પહેલી ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાનો સુપરસ્ટાર બેટ્સમેન ઘાયલ પહેલી ટેસ્ટમાં રમવા અંગે શંકા, જાણો શું થઈ ગઈ તકલીફ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2020 10:31 AM (IST)
સ્ટીવ સ્મિથને પીઠમાં તકલીફ થઈ છે. બોલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી વખતે તેને આ તકલીફ થઈ હતી.
(ફાઈલ તસવીર)
એડીલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારથી પહેલી ટેસ્ટ શરૂ થઈ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર સ્ટીવ સ્મિથ ઈજાગ્રસ્ત થતાં પહેલી ટેસ્ટમાં રમશે કે કેમ તે અંગે શંકા ઉભી થઈ છે. સ્ટીવ સ્ણિત પહેલી ટેસ્ટમાં ના રમે તો ભારતને ફાયદો થશે કેમ કે સ્ટીવ સ્મિથ જોરદાર ફોર્મમાં છે. સ્ટીવ સ્મિથે ભારત સામે સળંગ બે વન-ડેમાં સદી ફટકારી ટીમને શ્રેણી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટીવ સ્મિથને પીઠમાં તકલીફ થઈ છે. બોલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી વખતે તેને આ તકલીફ થઈ હતી. તેના લીધે તેણે નેટ પ્રેક્ટિસ નહોતી કરી. આગલાના દિવસે પણ તેણે નેટ પ્રેક્ટિસ ન કરતાં ફક્ત વોર્મ-અપ જ કર્યુ હતુ. તેણે ટીમના ફિઝિયોને સંકેત આપ્યો હતો કે તેને પીઠમાં તકલીફ છે. ભારત સામેની વન-ડે અને ટી-20 શ્રેણી પૂરી થયા પછી 17 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના એક પછી એક ખેલાડીઓ ઇજાનો ભોગ બન્યા છે. હવે યાદીમાં છેલ્લો ઉમેરો તેના આધારસ્તંભ સમા બેટ્સમેન સ્ટીવ સ્મિથનો થતાં ભારત માટે જીતની તક છે. ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી કેમેરુન ગ્રીન, વિલ પુલોવ્સ્કી, ડેવિડ વોર્નર અને શૌન અબોટ ઇજાના લીધે બહાર થઈ ચૂક્યા છે. ક્યા મુસ્લિમ રાષ્ટ્રમાં બળાત્કારીને કેમિકલ આપીને નપુંસક બનાવી દેવાશે ? બળાત્કારના કેસમાં બીજી કઈ આકરી જોગવાઈ કરાઈ ? IND Vs AUS: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, પ્લેઇંગ ઇલેવનમાં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા