India vs Australia 3rd ODI LIVE: ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 303 રનનો ટાર્ગેટ, હાર્દિકના 92 રન
કોહલી માટે આજની મેચ વ્હાઇટ વૉશથી બચવા અને આબરુ બચાવવા જીતવી જરૂરી છે. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ખાસ વાત છે કે ટી નટરાજનને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
02 Dec 2020 12:51 PM
ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 303 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ના રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે 5 વિકેટ ગુમાવીને ભારતે 50 ઓવરમાં 302 રન બનાવી લીધા. આ સાથે ત્રીજી વનડેમાં ભારતને સન્માનજનક સ્કૉર મળી શક્યો હતો.
50 ઓવર રમીને ભારતીય ટીમે 5 વિકેટના નુકશાને 302 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી જૉસ હેઝલવુડ 1, સીન અબૉટ-1, એડમ જામ્પા-1 અને એસ્ટન એગર-2 વિકેટ મળી હતી.
ભારત તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 92 રન (76), રવિન્દ્ર જાડેજા 66 રન (50) અને વિરાટ કોહલી 63 રન (78) બનાવ્યા હતા. આની સાથે ભારતે ત્રીજી વનડેમાં કાંગારુને જીતવા માટે 303 રનનુ લક્ષ્ય આપ્યુ છે.
ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 303 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ના રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે ભારતે 50 ઓવરમાં 302 રન બનાવી લીધા. આ સાથે ત્રીજી વનડેમાં ભારતને સન્માનજનક સ્કૉર મળી શક્યો હતો.
44 ઓવરના અંતે ભારતનો સ્કૉર 216/5 રન, હાર્દિક પંડ્યા 52 રન અને રવિન્દ્ર જાડેજા 23 રને ક્રિઝ પર
મુશ્કેલીમાં ફસાયેલી ટીમ ઇન્ડિયાને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો સહારો મળ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાની ફિફ્ટી પુરી કરી લીધી. ભારતનો સ્કૉર 200 રનને પાર
32 ઓવરના અંતે ભારતીય ટીમ 153/4, હાર્દિક પંડ્યા 11 રન અને રવિન્દ્ર જાડેજા 0 રને રમતમાં
ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, કેપ્ટન કોહલી 63 રન બનાવીને સ્ટમ્પની પાછળ કેચ આઉટ થઇ ગયો છે. ટીમનો સ્કૉર 5 વિકેટે 152 રન પર પહોંચ્યો છે.
ભારતને ચોથો ઝટકો, કેએલ રાહુલ 5 રને એગરના બૉલને રમવા જતાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. ભારતીય ટીમ 26 ઓવરના અંતે 125/4
બે વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમનો સ્કૉર 19 ઓવરમાં 96 રન, વિરાટ કોહલી 35 રન અને શ્રેયસ અય્યર 9 રને રમતમાં
શુભમન ગીલ 33 રન બનાવીને આઉટ થતાં ભારતના બન્ને ઓપનરો પેવેલિયન ભેગા થઇ ચૂક્યા છે. ગીલને એગર 33 રનના સ્કૉર પર એલબીડબ્યૂ આઉટ કરાવ્યો. ટીમનો સ્કૉર 96/2
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે આઇપીએલ 2020માં ધમાલ મચાવનારા ફાસ્ટ બૉલર ટી નટરાજનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. ત્રીજી વનડે કેનબરાના માનુકા ઓવલ મેદાનમાં રમાઇ રહી છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે આઇપીએલ 2020માં ધમાલ મચાવનારા ફાસ્ટ બૉલર ટી નટરાજનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. ત્રીજી વનડે કેનબરાના માનુકા ઓવલ મેદાનમાં રમાઇ રહી છે.
નટરાજન યોર્કર કિંગ બૉલર ગણાય છે. આ ડેબ્યૂ સાથે ટી નટરાજન ભારત તરફથી ડેબ્યૂ કરનારો 232 નંબરનો ખેલાડી બની ગયો છે. 27 વર્ષીય ટી નટરાજન તામિલનાડુની ટીમમાંથી રમે છે, અને આઇપીએલ 2020માં તેનુ પરફોર્મન્સ જબરદસ્ત રહ્યું. હૈદરાબાદની ટીમમાંથી આઇપીએલમાં રમતા તેને સૌથી વધુ યોર્કર બૉલ ફેંક્યા અને આ મામલે બુમરાહ અને બૉલ્ટ જેવા ધૂરંધરોને પણ પાછળ પાડી દીધા હતા.
ભારતનો સ્કૉર 50 રનને પાર પહોંચી ગયો છે, શુભમન ગીલ અને કોહલી ધૈર્યપૂર્ણ બેટિંગ કરી રહ્યાં છે. 11.1 ઓવરમાં ભારતનો સ્કૉર 70/1
ભારતીય ટીમને પહેલો ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો, ધવનને એબૉટે 16 રનના અંગત સ્કૉર પર એગરના હાથમાં ઝીલાવી દીધો. સ્કૉર 35/1
ભારતીય ટીમઃ- શિખર ધવન, શુમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા ટીમઃ- એરોન ફિન્ચ (કેપ્ટન), માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોજેજ હેનરિક્સ, એલેક્સ કેર, કેમરૂન ગ્રીન, એગર, સીન અબૉટ, એડમ જામ્પા, જૉશ હેઝલવુડ.
ત્રીજી અને અંતિમ વનડેમાં કેપ્ટન કોહલીએ ટૉસ જીતીને ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરવાનુ નક્કી કર્યુ છે. ભારતીય ટીમ તરફથી ઓપનિંગમાં ગીલ અને ધવન મેદાનમાં ઉતર્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયા ત્રણ મેચોની સીરીઝમાં પહેલાથી જ 2-0 થી સીરીઝ પર કબજો જમાવી ચૂક્યુ છે. પરંતુ કોહલી માટે આજની મેચ વ્હાઇટ વૉશથી બચવા અને આબરુ બચાવવા જીતવી જરૂરી છે. આજની મેચમાં ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ખાસ વાત છે કે ટી નટરાજનને ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -