Ind vs Aus T20: ભારતની 12 રને હાર, કોહલીની 85 રનની ઇનિગ એળે ગઇ

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે સીરીઝની અંતિમ અને છેલ્લી ટી20 મેચ રમાઇ રહી છે, ભારતે પ્રથમ બે ટી20 જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી દીધી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 08 Dec 2020 05:30 PM
ત્રીજી ટી20માં ભારતીય ટીમને 12 રને હારનો સામનો કરવો પડ્યો છે. કાંગારુ ટીમે આપેલા 187 રનના સ્કૉરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવર રમીને 7 વિકેટ ગુમાવીને 174 રન જ બનાવી શકી. આમ ભારતે મેચ 12 રને ગુમાવી દીધી હતી, પરંતુ ટી20 સીરીઝમાં 2-1થી કબજો જમાવી દીધો છે.

સ્વેપ્સને ભારતને ચોથો ઝટકો આપ્યો છે, શ્રેયસ અય્યરને શૂન્ય રને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે. 14 ઓવર બાદ ભારતનો સ્કૉર 4 વિકેટે 109 રન. કોહલી 64 રન અને હાર્દિક પંડ્યા 1 રને ક્રિઝ પર

13 ઓવર બાદ ભારતનો સ્કૉર 100 રન પર પહોંચી ગયો છે, કેપ્ટન કોહલીએ પોતાની ફિફ્ટી પુરી કરી લીધી, જોકે, ભારતને વધુ એક ઝટકો સંજુ સેમસનના રૂપમાં લાગ્યો છે, સંજુ માત્ર 10 રન બનાવીને આઉટ થઇ ગયો. કોહલી 56 રન અને અય્યર 0 રને ક્રિઝ પર
10 ઓવર બાદ ભારતના 2 વિકટે 82 રન, વિરાટ કોહલી 44 રન અને સંજુ સેમસન 4 રને રમતમાં
ભારતનો બીજો ઝટકો, ધવનને 28 રનના સ્કૉર પર સ્વેપ્સને સેમ્સના હાથમાં ઝીલાવી દીધો, ભારતનો સ્કૉર 75 રને 2 વિકેટ
ટીમ ઇન્ડિયા 50 રનને પાર, 5.4 ઓવરમાં ભારત 50/1, કોહલી 30 અને ધવન 14 રને રમતમાં
પાંચ ઓવર બાદ ભારતનો સ્કૉર એક વિકેટે 40 રન, કોહલી 25 રન અને ધવન 9 રને ક્રિઝ પર
3 ઓવર બાદ ભારતનો સ્કૉર 1 એક વિકેટે 23 રન, શિખર ધવન 7 રન અને વિરાટ કોહલી 12 રને ક્રિઝ પર
ભારતને શરૂઆતમાં ઝટકો લાગ્યો છે, 187 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને કેએલ રાહુલના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો, રાહુલને 0 રને મેક્સવેલે સ્મિથના હાથમાં ઝીલાવી દીધો. ભારતનો સ્કૉર 1 ઓવર બાદ 1 વિકેટના નુકશાને 4 રન, શિખર ધવન 2 રન અને વિરાટ કોહલી 1 રને રમતમાં
ઓસ્ટ્રેલિયાની ઇનિગ પુરી, ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20 પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 186 રન કર્યા છે. આ સાથે ભારતને જીતવા કાંગારુઓ તરફથી 187 રનોનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેથ્યૂ વેડ 80 રન અને મેક્સવેલ 54 રનની આક્રમક ઇનિંગ રમી હતી. ભારત તરફથી વૉશિંગટન સુંદરને 2 વિકેટ અને નટરાજન અને શાર્દૂલને 1-1 વિકેટ મળી શકી.
વેડ બાદ મેક્સવેલ પણ આઉટ, ટી નટરાજને મેક્સવેલને 54 રનના સ્કૉર પર બૉલ્ડ કર્યો
80 રનના સ્કૉર પર આક્રમક બની રહેલ મેથ્યૂ વેડને શાર્દૂલ ઠાકુરે એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો, શાર્દૂલે આ વિકેટ સાથે ખાતુ ખોલ્યુ. ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 19 ઓવર બાદ 175 રને ત્રણ વિકેટ
18 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 2 વિકેટના નુકશાને 168 રન, મેથ્યૂ વેડ 80 રન અને ગ્લેન મેક્સવેલ 52 રને ક્રિઝ પર
12 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 2 વિકેટે 101 રન પર પહોંચ્યો છે. મેથ્યૂ વેડ 58 રન અને મેક્સવેલ 11 રને રમતમાં
કાંગારુ ઓપનર મેથ્યૂ વેડે આક્રમક બેટિંગ કરતા પોતાના પચાસ રન પુરા કરી લીધા છે. મેથ્યૂ વેડ 36 બૉલમાં 7 ચોગ્ગા સાથે 51 રન, ગ્લેન મેક્સવેલ 5 બૉલમાં 4 રને ક્રિઝ પર, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 87/2
વૉશિંગટન સુંદરે ભારતને બીજી સફળતા અપાવી, સ્ટીવ સ્મિથને 24 રનના સ્કૉર પર આઉટ કર્યો
ખરાબ શરૂઆત બાદ કાંગારુઓની સ્થિતિ સ્થિર થઇ, 7 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર એક વિકેટના નુકશાને 59 રન પર પહોંચ્યો છે. વેડ શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે, વેડે 27 બૉલમાં 40 રન બનાવીને ક્રિઝ પર છે, સાથે સ્ટીવ સ્મિથે 12 રન બનાવ્યા છે.
3 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 1 વિકેટ ગુમાવીને 16 રને પહોચ્યો છે. મેથ્યૂ વેડ 15 રન અને સ્ટીવ સ્મિથ 1 રને રમતમાં છે
ત્રીજી ટી20માં ભારતીય બૉલરોએ ફરી એકવાર સારી શરૂઆત કરી છે, ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમને પ્રથમ ઝટકો કેપ્ટનના રૂપમાં લાગ્યો છે. વૉશિંગટન સુંદરે કેપ્ટન એરોન ફિન્ચને શૂન્ય રને હાર્દિક પંડ્યાના હાથમાં ઝીલાવી દીધો

આજની મેચમાં ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો પરંતુ કાંગારુ ટીમમાં કેપ્ટન ફિન્ચની વાપસી થઇ છે, તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ટીમમાંથી સ્ટૉઇનિસને બહાર બેસાડવમાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે સીરીઝની અંતિમ અને છેલ્લી ટી20 મેચ રમાઇ રહી છે, ભારતે પ્રથમ બે ટી20 જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી દીધી છે.
ભારતીય ટીમઃ- કેએલ રાહુલ (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, ટી નટરાજન, યુજવેન્દ્ર ચહલ.
ઓસ્ટ્રેલિયા ટીમઃ-
એરોન ફિન્ચ (કેપ્ટન), મેથ્યૂ વેડ (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ડી શોર્ટ, મોઇસેસ હેનરિક્સ, ડેનિયલ સેમ્સ, સીન એબૉટ, મિચેલ સ્વૈપ્સન, એન્ડ્યૂ ટાઇ, એડમ જામ્પા.
આજની ત્રીજી ટી20માં ભારતીય ટીમનો ઇરાદો કાંગારુઓને હરાવીને સીરીઝમાં 3-0થી કબજો જમાવવાનો છે. કોહલી પાસે આજની મેચ જીતીને કાંગારુઓને તેમના ઘર આંગણે ટી20માં ક્લિન સ્વીપ કરવાનો સારો મોકો છે.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે સીરીઝની અંતિમ અને છેલ્લી ટી20 મેચ રમાઇ રહી છે, ભારતે પ્રથમ બે ટી20 જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી દીધી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.