બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો. કમિન્સ બીજી ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માહિતી આપી હતી.






પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઈન્દોરમાં યોજાનારી ત્રીજી ટેસ્ટમાં કેપ્ટનશીપ સંભાળશે. ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ટીમની સતત બીજી ટેસ્ટ હાર બાદ કમિન્સ સિડની પરત ફર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કમિન્સની માતાનું સ્વાસ્થ્ય સારું નથી.


કમિન્સ અમદાવાદમાં ચોથી ટેસ્ટમાં રમશે કે નહી તેને લઇને હાલ કાંઇ કહી શકાય નહીં. કમિન્સે કહ્યું, 'મેં આ સમયે ભારત પાછા ન ફરવાનું નક્કી કર્યું છે. મને લાગે છે કે હું અહીં મારા પરિવાર સાથે છું. હું ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને સાથીદારોના સમર્થન માટે આભાર માનું છું.


સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટના અંત પછી તેની પત્ની સાથે થોડા દિવસોની યાત્રા પર દુબઇ ગયો હતો. તેને આગામી ટેસ્ટ માટે કમિન્સના નિર્ણય વિશેની માહિતી મળી હતી. સ્મિથે બે ટેસ્ટમાં ટીમની કેપ્ટનશીપ કરી છે.


ENG vs NZ: હેરી બ્રુકે ફરી ફટકારી સદી, ટેસ્ટની નવ ઇનિંગ્સમાં ફટકારી છે ચાર સદી અને ત્રણ અડધી સદી


Harry Brook Test Stats: ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સદી ફટકારી છે. વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટના પહેલા જ દિવસે આ બેટ્સમેને ધમાકેદાર રીતે સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી છે. ખાસ વાત એ છે કે વેલિંગ્ટન ટેસ્ટ તેની કારકિર્દીની માત્ર છઠ્ઠી ટેસ્ટ છે. એટલે કે આ બેટ્સમેને માત્ર 6 ટેસ્ટ મેચમાં જ તબાહી મચાવી છે


બ્રુકે 6 ટેસ્ટ મેચની 9 ઇનિંગ્સમાં 750થી વધુ રન બનાવ્યા છે. અહીં તેણે 4 સદી અને 3 અડધી સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટિંગ એવરેજ 90+ સુધી પહોંચી ગઈ છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 95+ છે. તે ટેસ્ટ ક્રિકેટમાં પણ ખૂબ જ ઝડપથી રન બનાવે છે.


વેલિંગ્ટન ટેસ્ટમાં હેરી બ્રુકની સદી એવા સમયે આવી છે જ્યારે ઈંગ્લેન્ડ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં હતું. ટેસ્ટના પ્રથમ દિવસના પહેલા સેશનમાં ઈંગ્લેન્ડે 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હેરી બ્રુકે જો રૂટ સાથે મળીને ઈંગ્લેન્ડની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ બેવડી સદીની ભાગીદારી કરી હતી


2014 અને 2018 ની વચ્ચે 34 ટેસ્ટમાં સ્મિથ ટીમનો કેપ્ટન હતો, જેમાં 2017 માં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનો સમાવેશ થાય છે. સ્મિથે તે પ્રવાસ પર ત્રણ સદીઓ ફટકારી હતી. જો કે, આ વખતે સ્મિથ માટે શ્રેણી અત્યાર સુધી નિરાશાજનક રહી છે અને તેણે અત્યાર સુધીમાં 23.66 ની સરેરાશથી ચાર ઇનિંગ્સમાં 71 રન બનાવ્યા છે.