England Women vs South Africa Women Live: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની આજે બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે 24 ફેબ્રુઆરીએ મહિલા ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની ટક્કર સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામે થવાની છે. આજે જે જીતશે તે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામે ફાઇનલમાં ચેમ્પીયન બનવા માટે ટકરાશે.
ગઇકાલે રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયન ટીમે 5 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિન ટીમે સાતમી વાર સેમિ ફાઇનલ મેચ જીતીને મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ પાંચ વાર મહિલા ટી20 વર્લ્ડકપમાં ચેમ્પીયન ટીમ બની ચૂકી છે, અને આ વખતે પણ ચેમ્પીયન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે.
આજની મેચની વાત કરીએ તો, આજે ઇંગ્લિશ મહિલા ટીમે આફ્રિકન મહિલા ટીમ સામે ટકરાશે. ઇંગ્લિશ મહિલા ટીમ આ ટૂર્નામેન્ટમાં શાનદાર લયમા છે,જોકે, સાઉથ આફ્રિકાને હૉમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે. જાણો અહીં આજની મહિલા ટી20 વર્લ્ડકપની બીજી સેમિ ફાઇનલ મેચ ક્યાંથી ને કેટલા વાગ્યાથી જોઇ શકાશે લાઇવ....
ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ ?
ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા મહિલા ટીમ વચ્ચે આજે 24 ફેબ્રુઆરી, શુક્રવારે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે. આજની મેચ ભારતીય સમયાનુસાર સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું તમે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકો છો, આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે.
Women's T20 World Cup 2023: ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ઇમોશનલ થઇ હરમનપ્રીત કૌર, કહ્યુ- 'હું નથી ઇચ્છતી કે મારો દેશ મને રડતા...'
મેચ બાદ વાતચીત દરમિયાન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે હું નથી ઈચ્છતી કે મારો દેશ મને રડતા જુવે, તેથી જ હું આ ચશ્મા પહેરીને આવી છું, હું વચન આપું છું કે અમે અમારી રમતમાં સુધારો કરીશું અને દેશને ફરીથી નીચું જોવા નહીં દઈએ. હરમનપ્રીતે કહ્યું હતું કે “જ્યારે હું અને જેમી (જેમિમા રોડ્રિગ્સ) બેટિંગ કરી રહ્યા હતા ત્યારબાદ અમે હાર્યા ત્યારે તેના કરતા વધુ દુર્ભાગ્ય ન હોઈ શકે. અમને આજે આની અપેક્ષા નહોતી. હું જે રીતે રન આઉટ થઇ તેનાથી વધુ કમનસીબ કાંઇ નહી હોઈ શકે. પ્રયાસ કરવો વધુ જરૂરી હતો. અમે છેલ્લા બોલ સુધી લડવાની ચર્ચા કરી હતી. પરિણામ અમારી તરફેણમાં આવ્યું નથી પરંતુ અમે આ ટૂર્નામેન્ટમાં જે રીતે રમ્યા તેનાથી હું ખુશ છું.
હરમનપ્રીતે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે અમારી પાસે સારી બેટિંગ લાઇન-અપ છે, ભલે અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી." જેમીએ આજે જે રીતે બેટિંગ કરી તેનો શ્રેય તેને આપવો જરૂરી છે. તેણે અમને તે ગતિ આપી જે અમને જોઇતી હતી. આવા પ્રદર્શનો જોઈને આનંદ થાય છે. તેને તેની નૈસગિક રમત રમતી જોઇને આનંદ થયો. અમે સેમિફાઇનલમાં પહોંચ્યા. અમે કેટલાક સરળ કેચ છોડ્યા. જ્યારે તમારે જીતવું હોય ત્યારે તમારે તેને પકડવા પડે છે. અમે મિસફિલ્ડિંગ કરી. આપણે ફક્ત આ બાબતોમાંથી શીખી શકીએ છીએ અને ભૂલોનું પુનરાવર્તન નહીં કરીએ.