IND vs AUS, 4th Test, Day 5 Live: અમદાવાદ ટેસ્ટ ડ્રો, ભારતની 2-1થી શ્રેણીમાં જીત
Border Gavaskar Trophy: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે.
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 Mar 2023 02:30 PM
બ્રેકગ્રાઉન્ડ
IND vs AUS, 4th Test: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચનો આજે અંતિમ દિવસ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ...More
IND vs AUS, 4th Test: ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચનો આજે અંતિમ દિવસ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસની રમત પૂર્ણ ત્યારે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં ભારતના પ્રથમ ઈનિંગના સ્કોરથી હજુ 88 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે 3 રન થયો છે. ટ્રેવિસ હેડ અને કુહનમેને ઇનિંગ્સની શરૂઆત કરી છે. ઉસ્માન ખ્વાજા બેટિંગ કરવા આવ્યો ન હતો અને તેની જગ્યાએ કુહનમાનને નાઈટ વોચમેન તરીકે મોકલવામાં આવ્યો હતો.ભારતે કોહલીના 186 રનની મદદથી બનાવ્યા 571 રનવિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ફટકારવાથી ચૂકી ગયો હતો અને 186ના સ્કોર પર તેની વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે ભારતની પ્રથમ ઈનિંગ 571 રન પર સમેટાઈ ગયો હતો. શ્રેયસ અય્યર પીઠના દુખાવાના કારણે બેટિંગ કરવા આવ્યો ન હતો, આ સ્થિતિમાં ભારતની ઈનિંગ 571/9 પર પુરો થયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયા પર 91 રનની લીડ લીધી હતી.અય્યરની ઈજાએ ભારતની મુશ્કેલીમાં વધારો કર્યોમેચના ત્રીજા દિવસે શ્રેયસ અય્યરને પીઠના નીચેના ભાગમાં દુખાવો થયો હતો. આ પછી તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો. હાલ BCCIની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે. ભારતની પ્રથમ ઇનિંગમાં શ્રીકર ભરતને અય્યરના સ્થાને છઠ્ઠા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો.ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ - ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન.સીરિઝમાં ભારત 2-1થી આગળબોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
IND vs AUS: ટી બ્રેક સમયે ઓસ્ટ્રેલિયા 158/2
ટીબ્રેક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 158 રન છે. ઓસ્ટ્રેલિયાએ ભારત પર 67 રનની લીડ લીધી છે. લાબુશેન 56 અને સ્મિથ 0 રને રમતમાં છે.