બ્રિસબેનઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ 131 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરી હતી. હવે છેલ્લી અને નિર્ણાયક મેચ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે.


ભારતીય સમય પ્રમાણે સવારે 5.30 વાગ્યાથી મેચ શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ચોથી ટેસ્ટ નું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમમાંથી ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી ઇજાના કારણે બહાર થઈ ચૂક્યા છે ત્યારે ચોથી ટેસ્ટમાં બૂમરાહ અને જાડેજાની ગેરહાજરીથી ભારતને મોટી ખોટ પડશે.



ચોથી ટેસ્ટમાં કઈ પ્લેઇંગ ઇલેવન સાથે ભારતની ટીમ મેદાનમાં ઉતરશે તેના પર સૌની નજર રહેશે.