કોલંબોઃ ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા પ્રવાસે આવી છે. બંને ટીમો વચ્ચે આજથી ગાલેમાં ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લંચ સુધીમાં શ્રીલંકાએ 3 વિકેટના નુકસાન પર 65 રન બનાવી લીધા છે. આ દરમિયાન અનોખી ઘટના બની હતી.

શ્રીલંકાનો કુસલ મેંડિંસ 0 રન બનાવી આઉટ થયો હતો. જેની સાથે તે ટેસ્ટ ક્રિકટમાં સતત ચોથી વખત 0 રને આઉટ થયો હતો. આ સાથે તે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાંચમી વખત 0 રન પર આઉટ થયો હતો. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શેન મસૂદ અને પેટ કમિંસ પણ 5-5 વખત 0 રને આઉટ થઈ ચુક્યા છે.



કુલસ મેંડિસે 46 ટેસ્ટની 89 ઈનિંગમાં 4 વખત નોટ આઉટ રહીને 3007 રન બનાવ્યા છે. જેમાં તેણે 7 સદી અને 11 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 196 રન છે.