WTC Final Day 3 Stumps: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 296 રન, લાબુશેન-ગ્રીન ક્રિઝ પર

IND vs AUS WTC Final 2023 LIVE: અહીં તમને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 09 Jun 2023 10:50 PM
ત્રીજા દિવસની રમત પૂરી

ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ત્રીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 123 રન છે. કેમેરોન ગ્રીન માર્નસ લાબુશેન સાથે અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા જ્યારે કેમેરોન ગ્રીને 7 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની લીડ 296 રનની થઈ ગઈ છે.

ટ્રેવિસ 18 રન બનાવીને આઉટ

ઓસ્ટ્રેલિયાની ટીમને બીજી ઇનિંગમાં 111 રનના સ્કોર પર ટ્રેવિસ હેડના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ હેડને 18ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. હવે કેમેરોન ગ્રીન માર્નસ લાબુશેનને સપોર્ટ કરવા બેટિંગ કરવા ઉતર્યો છે.

સ્ટીવ સ્મિથ 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો

ઓસ્ટ્રેલિયાની ટીમને તેની બીજી ઇનિંગમાં 86 રનના સ્કોર પર સ્ટીવ સ્મિથના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજાએ સ્મિથને 34ના અંગત સ્કોર પર આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો છે.

ઓસ્ટ્રેલિયાએ ઉસ્માન ખ્વાજાના રુપમાં બીજી વિકેટ ગુમાવી

ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસના ત્રીજા સેશનમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ઇનિંગની 15મી ઓવરના પહેલા બોલ પર ખ્વાજાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ખ્વાજા 39 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 રન બનાવીને આઉટ થયો હતો. હવે સ્ટીવ સ્મિથ ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

ત્રીજા દિવસનું બીજું સત્ર પૂરું

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટના ત્રીજા દિવસનું બીજું સત્ર પૂરું થઈ ગયું છે. બીજા દાવમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ બીજા સત્ર સુધી 11 ઓવરમાં 23 રન બનાવીને એક વિકેટ ગુમાવી દીધી છે. કાંગારુ ટીમને પહેલો ઝટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો. ચોથી ઓવરમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વોર્નરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેન ટી બ્રેક સુધી ક્રિઝ પર હાજર છે. ખ્વાજાએ 32 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 13 અને લાબુશેને 26 બોલમાં 8 રન બનાવ્યા છે. 

ડેવિડ વોર્નર આઉટ

બીજી ઈનિંગમાં ડેવિડ વોર્નર સસ્તામાં આઉટ થયો છે. સિરાજે વોર્નરને પેવેલિયન મોકલ્યો હતો. તે માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની લીડ મળી હતી.

ભારત પ્રથમ ઈનિંગમાં 296 ઓલ આઉટ

ભારતની ટીમ પ્રથમ ઈનિંગમાં 296 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા તરફથી રહાણે અને શાર્દુલે અડધી સદી ફટકારી હતી. આમ ઓસ્ટ્રેલીયાને 173 રનની લીડ મળી છે. 

ઉમેશ યાદવ આઉટ

ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ 271 રન પર પડી. ઉમેશ યાદવ પાંચ રન બનાવીને આઉટ થયો હતો. ઉમેશને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. આ તેની ત્રીજી સફળતા છે.

રહાણે સદી ચૂક્યો

ટીમ ઈન્ડિયાની સાતમી વિકેટ 261ના સ્કોર પર પડી. પ્રથમ સેશનમાં શાનદાર બેટિંગ કર્યા બાદ રહાણે બીજા સેશનની શરૂઆતમાં જ આઉટ થઈ ગયો હતો. રહાણેએ 129 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 11 ચોગ્ગા અને એક છગ્ગો નીકળ્યો હતો.

ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાનો વળતો પ્રહાર

ત્રીજા દિવસનું પ્રથમ સત્ર ટીમ ઈન્ડિયાના નામે હતું. પહેલી જ ઓવરમાં કેએસ ભરતની વિકેટ ગુમાવ્યા બાદ શાર્દુલ ઠાકુર અને અજિંક્ય રહાણેએ ટીમને વાપસી કરાવી હતી. અત્યાર સુધી બંને વચ્ચે 108 રનની ભાગીદારી થઈ છે. રહાણે 89 અને શાર્દુલ 36 રને રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયાથી માત્ર 209 રન પાછળ છે.

ભારતનો સ્કોર 220ને પાર

ભારતનો સ્કોર હવે 6 વિકેટના નુકસાન પર 221 રન છે. અજિંક્ય રહાણે 66 અને શાર્દુલ ઠાકુર 22 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 69 રનની ભાગીદારી થઈ છે. ટીમ ઈન્ડિયા હવે પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા કરતા 247 રન પાછળ છે

અજિંક્ય રહાણેએ અડધી સદી ફટકારી

અજિંક્ય રહાણેએ 92 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. તેણે સિક્સર ફટકારીને ફિફ્ટી પૂરી કરી હતી. તેણે અત્યાર સુધી 6 ફોર અને 1 સિક્સર ફટકારી છે.  ભારતનો સ્કોર 6 વિકેટે 191 રન છે.

ભારતનો સ્કોર 43 ઓવર બાદ 6 વિકેટે 173 રન

ભારતે પ્રથમ ઇનિંગમાં 43 ઓવરના અંતે 6 વિકેટના નુકસાન પર 173 રન બનાવ્યા છે. અજિંક્ય રહાણે 39 અને શાર્દુલ ઠાકુર 8 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.

ભરત 5 રને આઉટ

ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં ભારતે વિકેટ ગુમાવી દીધી છે. ભારતની છઠ્ઠી વિકેટ કેએસ ભરતના રૂપમાં પડી છે. ભરતને સ્કોટ બોલેન્ડે બોલ્ડ આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની છઠ્ઠી વિકેટ 152ના સ્કોર પર પડી છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS WTC Final 2023 LIVE Score Updates:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લંડનના ઓવલ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં બીજા દિવસની રમત પૂરી થવા સુધી 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ હાલમાં બેકફૂટ પર છે. ટીમનો ટોપ બેટિંગ ઓર્ડર નિષ્ફળ રહ્યો છે. હવે ટીમને અજિંક્ય રહાણે અને શ્રીકર ભરત પાસેથી આશા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 469 રન બનાવ્યા હતા

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.