ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે મોહાલીમાં રમાશે. વર્લ્ડ કપ પહેલા બંને ટીમોની આ છેલ્લી વનડે સીરિઝ છે. આ પછી બંને ટીમો વન-ડે વર્લ્ડકપમાં ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને આ વનડે શ્રેણી જીતીને પોતાની તૈયારીઓને વધુ મજબૂત કરવા ઈચ્છશે.
કેએલ રાહુલ શ્રેણીની પ્રથમ બે મેચમાં ભારતનું નેતૃત્વ કરશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓને પ્રથમ વનડે મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પ્રથમ મેચ 22 સપ્ટેમ્બર, રવિવારના રોજ મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચનું ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રથમ JioCinemaની એપ અને વેબસાઇટ પર ફ્રીમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. તમે મોબાઈલ લેપટોપ, ટીવી અથવા અન્ય કોઈપણ ઉપકરણ પર મફત લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.
ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકોની નજર શ્રેયસ ઐય્યર અને રવિ અશ્વિન પર રહેશે. વાસ્તવમા શ્રેયસે એશિયા કપમાં વાપસી કરી હતી પરંતુ તે વધુ મેચ રમી શક્યો ન હતો. રવિ અશ્વિન લગભગ 18 મહિના પછી ભારતીય વનડે ટીમમાં વાપસી કરી રહ્યો છે. અક્ષર પટેલની જગ્યાએ રવિ અશ્વિનને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. રવિ અશ્વિન માટે ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝ ઘણી મહત્વની માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે જો રવિ અશ્વિનનું પ્રદર્શન સારું રહેશે તો આગામી વર્લ્ડ કપ માટે દરવાજા ખુલી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 146 વન-ડે મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી 82 મેચ જીતી છે. જ્યારે ભારતે 54 મેચમાં વિજય મેળવ્યો છે. બંને વચ્ચે કુલ 10 મેચ અનિર્ણિત રહી છે.
મોહાલીમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેણે અહીં સાત વનડે રમી છે, જેમાંથી તેણે છ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર ભારત સામે પાંચ વનડે રમી છે અને ચારમાં જીત મેળવી છે. મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ચાર વનડેમાં ભારત હારી ગયું છે. આ મેદાન પર ભારતે છેલ્લી વખત ઓસ્ટ્રેલિયા સામે 1996માં વનડે જીતી હતી.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ 11
ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ 11
ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઈનિસ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા અને તનવીર સંઘા.