નવી દિલ્હીઃ આઇસીસી અંડર-19 વર્લ્ડકપમાં આજે ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થવાની છે, અંડર-19 વર્લ્ડકપની આ ક્વાર્ટર ફાઇનલ મેચ છે, જે દક્ષિણ આફ્રિકાના પોચેફ્સટ્રૂમમાં રમાવવાની છે. ભારતીય ટીમ આજે કાંગારુઓ પર જીત મેળવીને અપરાજિત રહેવા પ્રયાસ કરશે.


પ્રિયમ ગર્ગની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 વર્લ્ડકપ રમી રહેલી ટીમ ઇન્ડિયા હાલ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારત તરફથી બૉલર રવિ બિશ્નોઇ અને બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ સારા ફોર્મમાં છે. ભારતે ગ્રુપ સ્ટેજની 3 મેચો જીતીને દબદબો બનાવી લીધો છે.

ભારતીય ટીમે ગ્રુપ મેચોમાં શ્રીલંકા, જાપાન અને ન્યૂઝીલેન્ડને હરાવીને અંડર-19 વર્લ્ડકપમાં જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતનુ પલડુ ઓસ્ટ્રેલિયા સામે ભારે લાગી રહ્યુ છે.



વળી, ભારત સામેની આજની મેચને લઇને ઓસ્ટ્રેલિયન અંડર-19 વર્લ્ડકપ ટીમને કેપ્ટન મેકેન્જી હાર્વેએ સારા પ્રદર્શનની આશા રાખી છે.



નોંધનીય છે કે, ભારત હાલ ગ્રુપ એની તમામ ત્રણ મેચો જીતીને 6 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ બીમાં ત્રણ મેચોમાંથી બે મેચો જીતી 4 પૉઇન્ટ મેળવીને બીજા નંબરના સ્થાને છે. ઓસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડિઝ ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.