નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2020ની સિઝનમાં કેટલાક નવા નિયમો આવી રહ્યા છે, જેમાં એક નિયમ ઇજાગ્રસ્ત ખેલાડીઓને લઇને પણ સામે આવ્યો છે. બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે કન્કશન સબ્સ્ટીટ્યૂટનો ઉપયોગ કરવાની માહિતી આપી હતી.


સૌરવ ગાંગુલીએ સોમવારે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં જણાવ્યુ કે, હવે આઇપીએલ 2020ની સિઝનમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે કન્કશન સબ્સ્ટીટ્યૂટનો ઉપયોગ કરવામાં આવશે.



આઇસીસીના નવા નિયમ પ્રમાણે, જો કોઇ ખેલાડી બેટિંગ કે બૉલિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે, તો તે મેચથી બાહર જઇ શકે છે અને તેની જગ્યાએ કોઇ બીજો ખેલાડી મેચમાં આવી શકે છે, આને કન્કશન નિયમ કહેવામાં આવે છે.



ઉલ્લેખનીય છે કે, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ ગાંગુલીએ પત્રકારોને જણાવ્યું, આઈપીએલની રાતની મેચોના સમયમાં કોઈ બદલાવ નહીં થાય. 7.30 કલાકે મેચ શરૂ કરવાને લઈ ચર્ચા થઈ પરંતુ આમ થઈ શક્યુ નથી. સાંજે 4 અને રાતે 8 કલાકે જ મેચ શરૂ થશે.