IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર

IND vs AUS 1st Test Live Score: ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 4 ટેસ્ટ મેચ રમાઈ છે. જ્યાં દરેક વખતે ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ જીતી છે.

gujarati.abplive.com Last Updated: 22 Nov 2024 03:51 PM
IND vs AUS 1st Test Full Highlights: પ્રથમ દિવસની રમત સમાપ્ત 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રન બનાવી શકી હતી. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ પછી દિવસની રમત પૂરી થતાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 67 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા હજુ પણ ભારતથી 83 રન પાછળ છે. સ્ટમ્પના સમયે એલેક્સ કેરી 19 રને અને મિચેલ સ્ટાર્ક 06 રને અણનમ પરત ફર્યા હતા. જસપ્રીત બુમરાહે ભારત તરફથી અત્યાર સુધી ચાર વિકેટ ઝડપી છે.

ટીમ ઈન્ડિયા 150 રનના સ્કોર પર ઓલઆઉટ

પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વતી નીતિશ રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. 59 બોલનો સામનો કરીને તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રિષભ પંતે 37 રન બનાવ્યા હતા. 78 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેએલ રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ ખાસ કરી શક્યું નહીં. વિરાટ કોહલી 5 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા

IND vs AUS 1st Test Day 1 Live: ભારતને પાંચમો ફટકો, જુરેલ આઉટ

ભારતે પાંચ વિકેટ ગુમાવી છે. ધ્રુવ જુરેલ 11 રન કરીને આઉટ થયો હતો. તેણે 20 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. મિશેલ માર્શે જુરેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 28 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 60 રન કરી લીધા છે. રિષભ પંત 10 રન બનાવીને રમી રહ્યો છે. વોશિંગ્ટન સુંદર 1 રન બનાવીને રમી રહ્યો છે.

IND vs AUS 1st Test Day 1 Live: KL રાહુલ 26 રન બનાવીને આઉટ

ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી હતી. 74 બોલનો સામનો કરીને તે 26 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ સ્ટાર્કે રાહુલને આઉટ કર્યો હતો.

IND vs AUS 1st Test Day 1 Live: ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો, કોહલી આઉટ

ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી હતી. કોહલી 5 રન બનાવીને આઉટ થયો હતો. જોશ હેઝલવુડે તેને આઉટ કર્યો હતો.

IND vs AUS 1st Test Day 1 Live: દેવદત્ત પડિકલ આઉટ

જોશ હેઝલવુડે ઇનિંગની 11મી ઓવરમાં દેવદત્ત પડિકલને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પડિક્કલ 23 બોલ રમીને પણ ખાતું ખોલાવી શક્યો ન હતો.

IND vs AUS 1st Test Day 1 Live: ટીમ ઈન્ડિયાને પહેલો ફટકો, યશસ્વી આઉટ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. યશસ્વી જયસ્વાલ આઉટ થઇ ગયો છે. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. સ્ટાર્કે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

ભારતના નીતિશ અને હર્ષિત રાણાનું ડેબ્યૂ

પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ટીમની બહાર છે, ટીમમાં એકમાત્ર સ્પિનર વોશિંગ્ટન સુંદર છે.





અશ્વિન અને જાડેજા પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર

ભારતીય ટીમે પર્થમાં ટોસ જીત્યો હતો

ભારતીય ટીમના કેપ્ટન જસપ્રીત બુમરાહે પર્થમાં ટોસ જીત્યો છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે.  આ મેચમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે.





બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS 1st Test Live Score: પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં WACA સ્ટેડિયમની નજીક હવે બીજું એક સ્ટેડિયમ છે, જેનું નામ ઓપ્ટસ સ્ટેડિયમ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ આજથી (22 નવેમ્બર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓપ્ટસ સ્ટેડિયમમાં શરૂ થશે. ઓપ્ટસ સ્ટેડિયમ WACA સ્ટેડિયમથી માત્ર 2.8 કિલોમીટર દૂર છે. ખાસ વાત એ છે કે ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચોના રેકોર્ડની વાત કરીએ તો અહી ટોસ જ અસલી બોસ છે. તેનો અર્થ એ છે કે જે પણ ટોસ જીતશે અને પ્રથમ બેટિંગ કરશે તેની જીત નિશ્ચિત છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.