Ind vs Aus 2nd T20 : બીજી ટી20માં ભારતની 6 વિકેટથી જીત,સીરીઝ કરી નામે
ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
06 Dec 2020 05:26 PM
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝની બીજી મેચમાં 6 વિકેટથી જીત મેળવી છે. ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 52 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 42 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારતને 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 19.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને લક્ષ્યાંક મેળવી લીધો હતો.
12 ઓવર બાદ ભારતનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે, વિરાટ કોહલી 19 રન અને સંજૂ સેમસન 1 રને રમતમાં, સ્કૉર 105/2
ભારતને બીજો ઝટકો, શિખર ધવન આક્રમક ફિફ્ટી ફટકારીને આઉટ, ધવન 36 બૉલમાં 52 રન બનાવીને જામ્પાના બૉલ પર આઉટ, ધવને 2 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે પચાસ રન પુરા કર્યા હતા.
ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે, ઓપનર કેએલ રાહુલ 22 બૉલમાં 30 રનની આક્રમક ઇનિંગ રમીને એન્ડ્ર્યૂ ટાઇના બૉલ પર કેચ આઉટ થઇ ગયો. ભારત તરફથી શિખર ધવન 28 રન અને કેપ્ટન કોહલી 0 રને રમતમાં, સ્કૉર 6 ઓવરમાં 1 વિકેટે 60 રન.
ભારતનો સ્કૉર 50 રનને પાર પહોંચી ગયો, 5 ઓવરના અંતે ભારતે વિના વિકેટે 56 રન બનાવી લીધા. કેએલ રાહુલ 30 રન અને શિખર ધવન 24 રને રમતમાં છે.
બીજી ટી20માં 195 રનના ટાર્ગેટનો પીછો કરવા ભારતીય ટીમ મેદાનમાં ઉતરી છે, ઓપનિંગમાં આવેલા શિખર ધવન અને કેએલ રાહુલએ ધીમી શરૂઆત કરી, ભારતે પ્રથમ ઓવરમાં 5 અને બીજી ઓવરમાં 4 રન લીધા આ સાથે બે ઓવરના અંતે સ્કૉર 9/0
બીજી ટી20માં ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમે ભારતને જીતવા માટે 195 રનોનો ટાર્ગેટ આપી દીધો છે. પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન વેડે આક્રમક 58 રન અને સ્મિથે 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી જેના સહારે ઓસ્ટ્રેલિયા 5 વિકેટના નુકશાને 194 રન બનાવી શકી. ભારત તરફથી સૌથી વધુ નટરાજનને 2 વિકેટ મળી શકી છે, જ્યારે શાર્દૂલ અને ચહલ 1-1 વિકેટ હાંસલ કરી શક્યા છે.
ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, સ્ટીવ સ્મિથ 46 રન બનાવીને આઉટ, ચહલે બાઉન્ડ્રી પર સ્મિથને હાર્દિક પંડ્યાના હાથમાં ઝીલાવી દીધો. ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 17.5 ઓવરમાં 168/4.
ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 150 રનને પાર, 17 ઓવર બાદ ઓસ્ટ્રેલિયા 3 વિકેટના નુકશાને 159 રન બનાવી ચૂક્યુ છે. સ્મિથ 40 રન અને હેનરિક્સ 21 રને ક્રિઝ પર
કાંગારુ ટીમ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 132 રનાવી શકી છે. સ્ટીમ 30 રન અને હેનરિક્સ 9 રન ક્રિઝ પર છે
ભારતને ત્રીજી સફળતા, મેક્સવેલને શાર્દૂલ ઠાકુરે 22 રને આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કૉર 13 ઓવર બાદ ત્રણ વિકેટ ગુમાવીને 121 રને પહોંચી ગયો છે. સ્મિથ 27 રન અને હેનરિક્સ 1 રને રમતમાં
11 ઓવરના અંતે કાંગારુ ટીમનો સ્કૉર 2 વિકેટે 100 રને પહોંચ્યો છે. સ્ટીવ સ્મિથ 13 રન અને મેક્સવેલ 15 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતને બીજી સફળતા મળી, કેપ્ટન મેથ્યૂ વેડ 58 રન (32) બનાવીને આઉટ, આક્રમક શરૂઆત અપાવતા વેડે 1 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે પોતાની ફિફ્ટી પુરી કરી હતી.
બીજીબાજુ કેપ્ટન-વિકેટકીપર મેથ્યૂ વેડે તાબડતોડ શરૂઆત કરતાં ભારતીય બૉલરોને ફટકાર્યા છે. 5 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયા એક વિકેટ ગુમાવીને 47 રનના સ્કૉરે પહોંચ્યુ છે. મેથ્યૂ વેડ 35 રન અને સ્ટીવ સ્મિથ 0 રને ક્રિઝ પર છે.
આક્રમક શરૂઆત બાદ કાંગારુ ટીમને પહેલો ઝટકો લાગ્યો છે, ફાસ્ટ બૉલર નટરાજને ઓસ્ટ્રેલિયન ઓપનર ડી શોર્ટને શ્રેયસ અય્યરના હાથમાં 9 રનના સ્કૉર પર ઝીલાવી દીધો.
ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ, મેથ્યૂ વેડ અને ડી શોર્ટ સંભાળી ઓપનિંગની જવાબદારી, પહેલી ઓવરમાં વિના વિકેટે 13 રન
ટીમ ઇન્ડિયાએ આજની મેચમાં ત્રણ ફેરફાર કર્યા છે, મનિષ પાંડેની જગ્યાએ શ્રેયસ અય્યર રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને જગ્યા મળી છે, અને મોહમ્મદ શમીની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને મોકો મળ્યો છે.
ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. એરોન ફિન્ચ બીજી ટીટી20માં નથી રમી રહ્યો, તેની જગ્યાએ મેથ્યૂ વેડે ટીમની કમાન સંભાળી છે.
ભારતીય ટી20 ટીમઃ- કેએલ રાહુલ (વિકેટકીપર), શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, સંજૂ સેમસન. હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, ટી નટરાજન, યુજવેન્દ્ર ચહલ.
ઓસ્ટ્રેલિયા ટી20 ટીમઃ-
ડી શોર્ટ, માર્કસ સ્ટૉઇનિસ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મૉઇજેજ હેનરિક્સ, મેથ્યૂ વેડ (વિકેટકીપર, કેપ્ટન) ડેનિયલ સેમ્સ, સીન એબૉટ, મિચેલ સ્વૈપ્સન, એડમ જામ્પા, એન્ડ્ર્યૂ ટાઇ.
ડી શોર્ટ, માર્કસ સ્ટૉઇનિસ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મૉઇજેજ હેનરિક્સ, મેથ્યૂ વેડ (વિકેટકીપર, કેપ્ટન) ડેનિયલ સેમ્સ, સીન એબૉટ, મિચેલ સ્વૈપ્સન, એડમ જામ્પા, એન્ડ્ર્યૂ ટાઇ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. પ્રથમ ટી20માં જીત મેળવીને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારત 1-0થી આગળ છે
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી20 મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. પ્રથમ ટી20માં જીત મેળવીને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારત 1-0થી આગળ છે.
ભારતીય ટીમની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા ઇજાના કારણે બહાર છે, જ્યારે કાંગારુ ટીમમાંથી વોર્નર બાદ એસ્ટન એગર અને સ્ટાર્ક પણ ટીમમાંથી બહાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -