IND vs AUS: ભારતે ચોથી ટી20મા ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું, અક્ષર પટેલની 3 વિકેટ
India vs Australia Live Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે તેની નજર સિરીઝ પર કબજો કરવા પર રહેશે.
T20 શ્રેણીની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1થી અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 154 રન જ બનાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પડી. બેન 22 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષરે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ઓસ્ટ્રેલિયાએ 12 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 89 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 16 રન બનાવીને રમી રહ્યો છે. શોર્ટ 2 રન બનાવીને રમી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ 7 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 2 રન બનાવીને રમી રહ્યો છે. બેન 3 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા છે. ભારત તરપથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા જ્યારે જીતેષ શર્માએ 35 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતે 15 ઓવર પછી 4 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. રિંકુની સાથે જિતેશ શર્મા પણ સારી બેટિંગ કરી રહ્યો છે. રિંકુ 17 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. જીતેશ 8 બોલમાં 16 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતે 11 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડ 20 રન બનાવીને રમી રહ્યો છે. રિંકુ સિંહ 8 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે.
ભારતની ત્રીજી વિકેટ સૂર્યકુમાર યાદવના રૂપમાં પડી હતી. તે 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. હવે રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો છે. આ પહેલા અય્યર 8 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી તનવીર સાંઘા, બેન અને એરોન હાર્ડીએ એક-એક વિકેટ લીધી હતી.
ભારતની ત્રીજી વિકેટ સૂર્યકુમાર યાદવના રૂપમાં પડી હતી. તે 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. હવે રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો છે. આ પહેલા અય્યર 8 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી તનવીર સાંઘા, બેન અને એરોન હાર્ડીએ એક-એક વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાની પ્રથમ વિકેટ પડી. યશસ્વી 28 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. એરોન હાર્ડીએ યશસ્વીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 6 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ 4 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 29 રન બનાવ્યા હતા. યશસ્વી 20 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડ 5 રન બનાવીને રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરો વિકેટની શોધમાં છે.
જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (wk/c), બેન ડવારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સાંઘા
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, દીપક ચહર, આવેશ ખાન, મુકેશ કુમાર.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે જણાવ્યું કે તેની પ્લેઈંગ ઈલેવનમાં 5 ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતે પ્લેઈંગ ઈલેવનમાં 4 ફેરફાર કર્યા છે. જીતેશ શર્માને તક આપવામાં આવી છે. ઈશાન કિશનને બ્રેક આપવામાં આવ્યો છે. મુકેશ કુમાર પરત ફર્યો છે.
બ્રેકગ્રાઉન્ડ
India vs Australia Live Updates: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે તેની નજર સિરીઝ પર કબજો કરવા પર રહેશે. ટીમ ઈન્ડિયાને ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી આ વખતે કેપ્ટન સૂર્યકુમાર યાદવ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં આ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ હશે. ટીમ ઈન્ડિયા આ પહેલા અહીં એક ODI મેચ રમી હતી.
ટીમ ઈન્ડિયા ચોથી T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. શ્રેયસ અય્યર અને મુકેશ કુમાર પરત ફર્યા છે. અય્યર પ્રથમ 3 મેચમાં રમ્યો ન હતો. પરંતુ તેઓ હવે ઉપલબ્ધ થશે. મુકેશ કુમાર લગ્નના કારણે ત્રીજી મેચમાં રમી શક્યો ન હતો. અય્યરને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. દીપક ચહર પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવા માટે ઉપલબ્ધ છે. તે પણ સારો વિકલ્પ છે. ભારતને છેલ્લી મેચમાં 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સૂર્ય કુમાર જીત સાથે શ્રેણીમાં અજેય લીડ લેવા ઈચ્છશે.
ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી શકે છે. ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને જોશ ઈંગ્લિસ સ્વદેશ પરત ફર્યા છે. મેક્સવેલે છેલ્લી મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. પરંતુ હવે તે ઉપલબ્ધ નથી. તેથી ઓસ્ટ્રેલિયન ટીમના મિડલ ઓર્ડરમાં નવા ખેલાડીઓ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -