IND vs AUS: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોચ્યું ભારત, ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું

આજે ચેમ્પિયન્સ ટ્રૉફી સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમનેસામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

gujarati.abplive.com Last Updated: 04 Mar 2025 09:39 PM
ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં

વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઇ લીધો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવરોના ફોર્મેટ ICC ટૂર્નામેન્ટની ટાઇટલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે.

IND vs AUS Live Score: હાર્દિકે બે સિક્સર ફટકારી

ટીમ ઈન્ડિયાનો સ્કોર 47 ઓવરમાં 253 રન સુધી પહોંચી ગયો છે. હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ હાલ મેદાનમાં છે. બંને સારી બેટીંગ કરી રહ્યા છે. હાર્દિકે બે સિક્સર ફટકારી છે. 

IND vs AUS Live Score: વિરાટ કોહલી સદી ચૂક્યો 

ટીમ ઈન્ડિયાનો સ્કોર 43 ઓવરમાં 226 રન સુધી પહોંચી ગયો છે. વિરાટ કોહલી સદી ચૂકી ગયો છે. તે 84 રન બનાવી આઉટ થયો છે. ભારતને હવે જીતવા માટે 42 બોલમાં 39 રનની જરુર છે.

IND vs AUS Live Score: ભારતનો સ્કોર 200ને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 40 ઓવરમાં 200 રન સુધી પહોંચી ગયો છે. વિરાટ કોહલી 93 બોલમાં 80 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. કેએલ રાહુલ 15 બોલમાં 10 રન બનાવીને રમતમાં છે.

IND vs AUS Live Score: ભારતની ચોથી વિકેટ પડી

ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ 35મી ઓવરના છેલ્લા બોલ પર 178ના કુલ સ્કોર પર પડી હતી. અક્ષર પટેલ 30 બોલમાં 27 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. તેને નાથન એલિસે ક્લીન બોલ્ડ કર્યો હતો.

IND vs AUS Live Score: ભારતનો સ્કોર 175/3

ટીમ ઈન્ડિયાનો સ્કોર 34 ઓવરમાં 3 વિકેટે 175 રન થઈ ગયો છે. વિરાટ કોહલી 75 બોલમાં 66 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. અક્ષર પટેલ 27 બોલમાં એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે 26 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 46 બોલમાં 41 રનની ભાગીદારી છે.

IND vs AUS Live Score: ભારતનો સ્કોર 150ને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 31 ઓવરમાં 3 વિકેટે 158 રન થઈ ગયો છે. વિરાટ કોહલી 65 બોલમાં 59 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા છે. અક્ષર પટેલ 18 બોલમાં એક છગ્ગા સાથે 16 રન બનાવીને રમતમાં છે. ભારતે હવે જીતવા માટે 114 બોલમાં 107 રન બનાવવાના છે.

IND vs AUS Live Score: ભારતની ત્રીજી વિકેટ પડી

ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ 27મી ઓવરમાં 134ના સ્કોર પર પડી હતી. શ્રેયસ અય્યરને એડમ ઝમ્પાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 62 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી અને અક્ષર પટેલ હાલ મેદાનમાં છે. 

IND vs AUS Live Score: વિરાટ કોહલીની અડધી સદી

વિરાટ કોહલીએ 54 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારી છે. કોહલી સેમીફાઈનલ મેચમાં ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 

IND vs AUS Live Score: ભારતનો સ્કોર 122/2

ટીમ ઈન્ડિયાનો સ્કોર 24 ઓવરમાં બે વિકેટે 122 રન થઈ ગયો છે. વિરાટ કોહલી 49 બોલમાં 43 રન બનાવીને રમતમાં છે. તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા છે. શ્રેયસ અય્યર 54 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 41 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 97 બોલમાં 79 રનની ભાગીદારી છે.

IND vs AUS Live Score: ભારતનો સ્કોર 82/2

ભારતનો સ્કોર 16 ઓવર પછી બે વિકેટે 82 રન છે. શ્રેયસ અય્યર 26 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવી રમ રહ્યો છે. વિરાટ કોહલી 31 બોલમાં બે ચોગ્ગાની મદદથી 23 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 39 રનની ભાગીદારી છે.

IND vs AUS Live Score: ભારતનો સ્કોર 61/2

12 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 61 રન છે. શ્રેયસ અય્યર 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી 11 રન બનાવી રહ્યો છે. વિરાટ કોહલી 18 બોલમાં એક ફોર સાથે 12 રન બનાવીને રમતમાં છે.

IND vs AUS Semifinal Live Score: રોહિત શર્મા આઉટ

રોહિત શર્મા  28 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાને 43 રન પર બીજો મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી ક્રિઝ પર  છે. ભારતીય ટીમે 43 રનના સ્કોર પર બીજી  વિકેટ ગુમાવી દીધી છે. કોહલી હાલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. 

IND vs AUS Semifinal Live Score: શુભમન ગિલ આઉટ

શુભમન ગિલ 8 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો છે.  નવો બેટ્સમેન વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો છે અને ભારતીય ટીમે 30 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા હાલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. 

IND vs AUS Semifinal Live Score: ભારતનો સ્કોર 19/0

નાથન એલિસે ચોથી ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. રોહિત શર્મા હાલ 16 રન અને શુભમન ગિલ 3 રન સાથે રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 ઓવરમાં 19/0 થઈ ગયો છે.

IND vs AUS Semifinal Live Score: રોહિત શર્માનો કેચ છૂટી ગયોIND vs AUS Semifinal Live Score: રોહિત શર્માનો કેચ છૂટી ગયો

ત્રીજી ઓવરમાં માત્ર 2 રન આવ્યા હતા. ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્માએ કવર તરફ  શોટ રમ્યો હતો. માર્નસ લાબુશેન વિરુદ્ધ દિશામાં આગળ વધ્યો, બોલને સ્પર્શ કર્યો પરંતુ તે બોલને પકડી શક્યો નહીં. ભારતે 3 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 17 રન બનાવી લીધા છે.

IND vs AUS Live Score: પ્રથમ ઓવરમાં 7 રન આવ્યા હતા

રોહિત શર્માએ ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું. તેણે પહેલી જ ઓવરમાં સ્પષ્ટ કરી દીધું કે તે કઈ સ્ટાઈલમાં રમશે. એક ઓવર પછી ભારતનો સ્કોર કોઈ વિકેટ વિના સાત રન છે.

ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, શમીની 3 વિકેટ

કેપ્ટન સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચમાં ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સ્મિથના 96 બોલમાં 73 રન અને એલેક્સ કેરીના 57 બોલમાં 61 રનની મદદથી 49.3 ઓવરમાં 264 રન બનાવ્યા. ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી

ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો 265 રનનો લક્ષ્યાંક 

ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટીમ માટે સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરીએ શાનદાર પ્રદર્શન કર્યું. બંનેએ અડધી સદી ફટકારી. ભારત તરફથી બોલિંગ કરતી વખતે, મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તીને બે વિકેટ મળી

વરુણે અપાવી 7મી વિકેટ

વરુણ ચક્રવર્તીએ ભારતને બીજી વિકેટ અપાવી. તેણે દ્વારશુઇસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. દ્વારશુઇસ 19 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 45.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 239 રન બનાવ્યા છે

અક્ષર પટેલે મેક્સવેલને આઉટ કર્યો

અક્ષર પટેલે કમાલ કર્યો છે. તેણે ગ્લેન મેક્સવેલને બોલ્ડ આઉટ કર્યો છે. મેક્સવેલ એક છગ્ગાની મદદથી 7 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ૩૭.૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા છે. એલેક્સ કેરી 39 રન બનાવીને રમી રહ્યો છે

ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો

ઝડપી બૉલર મોહમ્મદ શમીએ કેપ્ટન સ્ટીવ સ્મિથને બૉલ્ડ આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો. સ્મિથ સારી બેટિંગ કરી રહ્યો હતો અને અડધી સદી ફટકારવાની દિશામાં હતો, પરંતુ શમીએ સ્મિથને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ લીધો. સ્મિથ 96 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 73 રન બનાવીને આઉટ થયો હતો. સ્મિથે એલેક્સ કેરી સાથે પાંચમી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી જેને શમીએ સ્મિથને આઉટ કરીને તોડી નાખી હતી

શમીને મળી મોટી વિકેટ, સ્મિથ આઉટ

મોહમ્મદ શમીએ ભારતને મોટી વિકેટ અપાવી. સ્ટીવ સ્મિથ 96 બોલમાં 73 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. હવે ગ્લેન મેક્સવેલ બેટિંગ કરવા આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૩૬.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૯૮ રન બનાવ્યા છે

સ્મિથ-કેરી વચ્ચે અડધી સદીની ભાગીદારી

સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરી વચ્ચેની અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. 94 બોલમાં 71 રન બનાવ્યા બાદ સ્મિથ રમી રહ્યો છે. એલેક્સ કેરી 38 રન બનાવીને રમી રહ્યો છે. ભારતીય બોલરો હજુ સુધી કેરી અને સ્મિથની ભાગીદારીને તોડી શક્યા નથી. જો કેરી કે સ્મિથ આઉટ થાય તો મેક્સવેલ બેટિંગ કરવા આવશે. ટીમ ઈન્ડિયા હાલમાં બેકફૂટ પર છે

ઓસ્ટ્રેલિયાના 33 ઓવરમાં 173 રન 

ઓસ્ટ્રેલિયા તરફથી એલેક્સ કેરી અને સ્મિથ સારી બેટિંગ કરી રહ્યા છે. કેરી 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. સ્મિથ 68 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 29 રનની ભાગીદારી થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 33 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા છે

સ્મિથ-કેરીની શાનદાર બેટિંગ 

ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 62 રન બનાવીને રમી રહ્યો છે. એલેક્સ કેરી ૧૧ રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી બોલિંગ કરતી વખતે, જાડેજાએ 8 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી છે. કુલદીપ યાદવે 4 ઓવરમાં 19 રન આપ્યા છે

ઓસ્ટ્રેલિયાના 28 ઓવરમાં 146 રન 

ઓસ્ટ્રેલિયાએ 28 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 60 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે. કેરી 1 રન બનાવ્યા પછી રમી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ ભારતને 2 વિકેટ અપાવી છે. મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તીને પણ એક-એક સફળતા મળી છે

જાડેજાએ ઇંગ્લિશને આઉટ કર્યો

રવિન્દ્ર જાડેજાએ ભારતને બીજી વિકેટ અપાવી છે. જાડેજાએ જોશ ઈંગ્લિસને આઉટ કર્યો છે. તે ૧૨ બોલમાં ૧૧ રન બનાવીને આઉટ થયો હતો. એલેક્સ કેરી હવે બેટિંગ કરવા આવ્યો છે

કેપ્ટન સ્મિથની શાનદાર ફિફ્ટી

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે અડધી સદી ફટકારી છે. સ્મિથ 69 બોલમાં 51 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. તેણે જોશ ઇંગ્લિસ સાથે 23 રનની ભાગીદારી કરી છે. ટીમ ઈન્ડિયાના બોલરો ફરી એકવાર વિકેટની શોધમાં છે.

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 125 રનને પાર

ઓસ્ટ્રેલિયાએ 25 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ તેની અડધી સદીની નજીક છે. તે 44 રન બનાવીને રમી રહ્યો છે. જોશ ઈંગ્લિસ 7 રન બનાવીને રમી રહ્યો છે

ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, લાબુશેન આઉટ

ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. લાબુશેન 36 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. રવિન્દ્ર જાડેજાએ લાબુશેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ઓસ્ટ્રેલિયાએ 22.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા છે

શમી છોડ્યો સ્મિથનો કેચ

ભારતીય બોલરો હજુ સુધી સ્મિથ અને લાબુશેનની જોડીને તોડી શક્યા નથી. મોહમ્મદ શમીએ પોતાની જ ઓવરમાં સ્મિથનો કેચ છોડી દીધો. જોકે આ ખૂબ જ મુશ્કેલ કેચ હતો. ઓસ્ટ્રેલિયાએ 22 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. સ્મિથ અને લાબુશેન વચ્ચે 52 રનની ભાગીદારી થઈ છે

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર

ભારત સામેની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર કરી ગયો છે. બે ઝટકા સહન કર્યા પછી કેપ્ટન સ્મિથ અને લાબુશેને કાંગારૂ ટીમની ઈનિંગની કમાન સંભાળી, 20 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટે 105 રન સુધી પહોંચાડ્યો છે

સ્મિથ અને લાબુશાને ક્રિઝ પર

સ્ટીવ સ્મિથ ૩૨ બોલમાં 24 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા છે. લાબુશેન 7 રન બનાવીને રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવ્યા છે

ટ્રેવિસ હેડ આઉટ

સ્પિનર ​​વરુણ ચક્રવર્તીએ ઓપનર ટ્રેવિસ હેડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો. હેડ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો પરંતુ વરુણના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી. હેડ ૩૩ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૯ રન બનાવીને આઉટ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયાએ ૫૪ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી છે. હાલમાં માર્નસ લાબુશેન અને કેપ્ટન સ્ટીવ સ્મિથ ક્રીઝ પર છે

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 50 રનને પાર

ટ્રેવિસ હેડની શાનદાર બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 50 રનને પાર કરી ગયો છે. કોનોલીને આઉટ કરીને ભારતને પહેલી સફળતા મળી પરંતુ હેડે આક્રમક અભિગમ અપનાવ્યો અને કેટલાક શાનદાર શોટ રમીને કાંગારૂ ટીમની ઇનિંગ પર નિયંત્રણ મેળવ્યું. આઠ ઓવર પછી, ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 53 રન છે

હેડનું શાનદાર પ્રદર્શન

પહેલી વિકેટ પડ્યા પછી, ટ્રેવિસ હેડે શાનદાર શોટ્સ રમીને ઓસ્ટ્રેલિયાની બાજી સંભાળી. પહેલી ત્રણ ઓવરમાં ભારતીય બોલરોએ દબાણ લાવવાનો પ્રયાસ કર્યો અને શમીએ કોનોલીને આઉટ કરીને કાંગારૂ ટીમને પહેલો ઝટકો આપ્યો, પરંતુ આ પછી હેડે આક્રમક વલણ અપનાવ્યું. ઓસ્ટ્રેલિયાએ છ ઓવર પછી એક વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે

ભારતને પ્રથમ સફળથા, કોનોલી આઉટ

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ત્રીજી ઓવરમાં ઓપનર કોનોલીને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી. કોનોલી સતત શમીની બોલિંગ સામે સંઘર્ષ કરી રહ્યો હતો અને વારંવાર આઉટ થવાથી બચી રહ્યો હતો, પરંતુ ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર, બોલ કોનોલીના બેટની ધાર લઈને વિકેટકીપર કેએલ રાહુલ પાસે ગયો અને તેણે બોલ પકડવામાં કોઈ ભૂલ કરી નહીં. કોનોલી ખાતું ખોલાવ્યા વિના નવ બોલ રમ્યા બાદ આઉટ થયો હતો

ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ

પ્રથમ સેમિફાઇનલ મેચ દુબઇમાં રમાઇ રહી છે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ થઇ ચૂકી છે. ટ્રેવિસ હેડ અને કૂપર કોનોલી ક્રિઝ પર છે. સ્ટીવી સ્મિથિ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરી રહી છે. 

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: કૂપર કોનલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટ-કીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા.

ભારતની પ્લેઈંગ ઈલેવન 

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

Live Score IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા  વનડેમાં સતત 14મી વખત ટોસ હાર્યો છે. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચ માટે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. મેથ્યુ શોર્ટના સ્થાને કૂપર કોનોલી આવ્યા છે, જ્યારે સ્પેન્સર જોન્સનની જગ્યાએ તનવીર સાંઘાને તક મળી છે.

બ્રેકગ્રાઉન્ડ

આજે ચેમ્પિયન્સ ટ્રૉફી સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આમનેસામને ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. વળી, ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ સરળ નહીં હોય. હકીકતમાં, આંકડા દર્શાવે છે કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ODI ફોર્મેટમાં સંઘર્ષ કરી રહી છે.


ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ શું છે ?


 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૧ વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૮૪ મેચ જીતી છે, જ્યારે ભારતે ૫૭ મેચ જીતી છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ODI ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ સામે ટોચ પર રહ્યું છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વાર આમને-સામને થયા છે. ભારતીય ટીમે બંને વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. વળી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.


આઇસીસી વનડે ઇવેન્ટમાં નૉકઆઉટ મેચોમાં કોનું પલડું રહ્યું છે ભારે ? 
ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 6 વખત એકબીજા સામે આવી છે. પરંતુ શું તમે જાણો છો કે ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં કોનો હાથ ઉપર રહ્યો છે? ભારતે ICC ODI ઇવેન્ટ્સના નોકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને 3 વખત હરાવ્યું છે. વળી, ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો છે. આજે ચેમ્પિયન્સ ટ્રૉફીની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તે જ સમયે, ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.