સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી. હનુમા વિહારી અને અશ્વિને 256 બોલમાં 62 રનની પાર્ટનરશિપ કરી હતી. હનુમા વિહારી ઇજાગ્રસ્ત હોવા છતાં 161 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ દરમિયાન હનુમા ઇજાગ્રસ્ત થયો હતો. તે રન લેવા માટે દોડી શકતો નહોતો છતાં તેણે 3 કલાકથી વધુ સમય બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી હતી. અશ્વિન પણ 128 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.


વિહારી અને અશ્વિન ઓસ્ટ્રેલિયન બોલર્સનો મક્કમતાથી સામનો કરી રહ્યા હતા ત્યારે કાંગારુએ સ્લેજિંગ કરીને તેમને પરેશાન કર્યા હતા. છતાં આ બંનેએ એકાગ્રતા ગુમાવી નહોતી. ઓસ્ટ્રેલિયનોને ખબર ન પડે તે માટે અશ્વિન અને વિહારીએ તમિલ તથા તેલુગુમાં વાત કરી હતી.

અશ્વિન તમિલનાડુનો છે અને વિહારી આંધ્રપ્રદેશનો છે. જેથી તેઓ બંનેની ભાષા સમજી શકતા હતા અને તૂટ્યું ફૂટ્યું બોલતા હતા. અશ્વિને હનુમા વિહારીને તમિલમાં કહ્યું હતું કે, વધુને વધુ બોલ રમવાના છે અને તેલુગુમાં પણ કહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર પાંચમા દિવસે અંતિમ સેશનની બેટિંગ દરમિયાન વાયરલ થયો હતો.

આ દરમિયાન ચોથી અને અંતિમ ટેસ્ટ પહેલા ભારતની મુશ્કેલી વધી શકે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમમાંથી ઈશાંત શર્મામોહમ્મદ શમીઉમેશ યાદવલોકેશ રાહુલરવિન્દ્ર જાડેજાહનુમા વિહારી ઇજાના કારણે બહાર થઈ ચૂક્યા છે અને બુમરાહ પણ નહીં રમે તેવા અહેવાલ આવ્યા છે.

અશ્વિને ક્યા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને ચોપડાવીઃ ભારત આવીને જો, તારી કરીયર ના પતાવી દઉં તો કહેજે.......

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં ભારતની આબરૂ બચાવનારો આ ખેલાડીં નહીં રમી શકે, જાણો શું છે કારણ ?

રાશિફળ 12 જાન્યુઆરીઃ ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિત આજે તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો તમારું રાશિફળ