સિડનીઃ બીજી ટી-20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હાર આપી હતી. આ સાથે ત્રણ મેચની સીરિઝ  પર ભારતે 2-1થી કબજો કરી લીધો છે. મેચ જીતવા 195  રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં હાંસલ કર્યો હતો.

ભારત તરફથી કેએલ રાહુલે 22 બોલમાં 30 રન, શિખર ધવને 36 બોલમાં 52 રન, વિરાટ કોહલીએ 24 બોલમાં 40 રન અને શ્રૈયસ ઐયરે 10 બોલમાં 15 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 22 બોલમાં 42 અને શ્રેયસ ઐયર 5 બોલમાં 12 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ફિંચની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા મેથ્યુ વેડે 32 બોલમાં 58 રન, સ્ટીવ સ્મિથે 38 બોલમાં 46 રન, મેક્સવેલે 13 બોલમાં 22 રન, હેનરિક્સે 18 બોલમાં 26 રન બનાવ્યા હતા. સ્ટોયનિસ 7 બોલમાં 16 રન અને ડેનિયસ સેમ્સ 3 બોલમાં 8 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી ટી નટરાજને 20 રનમાં 1, શાર્દુલ ઠાકુરે 39 રનમાં 1 અને ચહલે 51 રનમાં 1 વિકેટ લીધી હતી.



ભારતની પ્લેઇંગ ઇલેવન

શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી,. સંજુ સેમસન, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, શાર્દુલ ઠાકુર, ટી નટરાજન અને દીપક ચાહર

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

મેથ્યૂ વેડ, ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ,  મોસેસ હેનરિક્સ, માર્કસ સ્ટોયનિસ, ડેનિયલ સેમ્સ, સીન એબોટ, એન્ડ્ર ટાઇ, મિચેલ સ્વેપ્સન, એડમ ઝંપા