નવી દિલ્હીઃ બુધવારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વનડેમાં આબરુ બચાવવા કેનબરાના માનુકા ઓવલ મેદાનમાં ઉતરશે. કોહલી એન્ડ કંપની ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે વનડે હારીને સીરીઝ ગુમાવી ચૂકી છે, અને અંતિમ વનડે માત્ર ઐતિહાસિક છે. પરંતુ કોહલી અંતિમ વનડે જીતીને આબરુ બચાવવાનો પ્રયાસ કરશે. રિપોર્ટ છેકે અંતિમ વનડેમાં કોહલી ત્રણ ખેલાડીઓને પડતા મુકી શકે છે.

ત્રણ ખેલાડીઓને મુકાશે પડતા.....
રિપોર્ટ છે કે ત્રીજી વનડેમાં કેપ્ટની કોહલી યુજવેન્દ્ર ચહલ, મયંક અગ્રવાલ અને નવદીપ સૈનીને ટીમમાં બહાર કરી શકે છે.

લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં કુલદીપ યાદવને જગ્યા મળી શકે છે. જ્યારે મયંક અગ્રવાલની જગ્યાએ કોહલી શુભમન ગીલને મોકો આપી શકે છે. આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે કોહલી નવદીપ સૈનીને બહાર કરીને ત્રીજી વનડેમાં ટી નટરાજનને વનડે ડેબ્યૂ કરવાનો મોકો આપી શકે છે.

અંતિમ-ત્રીજી વનડેની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
શિખર ધવન, મયંક અગ્રવાલ/શુભમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ટી નટરાજન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.