ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 27 નવેમ્બરથી વનડેની સીરીઝ શરૂ થવા જઈ રહી છે. બન્ને દેશોની વચ્ચે પ્રથમ ત્રણ વનડે રમાશે અને બાદમાં ત્રણ ટી20 મેચ રમાશે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમને આ સીરીઝ પહેલા જ એક મોટો ઝાટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસન વનડે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એન્ડ્ર્યૂ ટાઈ રિચર્ડસનની જગ્યા લેશે.


રિચર્ડસનને મંગળારે વનડે સીરીઝમાંથી પાછળ હટવાની જાણકારી આપી. ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટરે કહ્યું, “કેન રિચર્ડસન માટે આ મુશ્કેલ નિર્ણય છે. પરંતુ બોર્ડ અને સિલેક્ટર પોતાના તમામ ખેલાડીઓની સાથે છે.”

કેન રિચર્ડસન હાલમાં જ પિતા બન્યો છે અને તે પોતાના બાળકની સાથે સમય વિતાવવા માગે છે. ચીફ સિલેક્ટરે કહ્યું, “કેન પોતાના બાળકની સાથે રહેવા માગે છે. અમે અમારા ખેલાડીઓ અને તેના પરિવારનો પુરો સાથે આપીશું. આ મુશ્કેલ સમય છે, પરંતુ અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ.”

નક્કી સમયે યોજાશે સીરીઝ

જણાવીએ કે હાલમાં જ કોરોનાના કેસ અચાનક વધી ગયા બાદથી સીરીઝને લઈને કેટલાક સવાલ ઉભા થયા હતા. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે તમામ મેચ નક્કી કાર્યક્રમ અનુસાર જ યોજાશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થશે. બન્ને ટીમની વચ્ચે પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બરની વચ્ચે એડિલેડમાં રમાશે.