નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડ અને વિશ્વ વિખ્યાત મુસ્લિમ ક્રિકેટર શાકિબ અલ હસનને સોશ્યલ મીડિયા પર ધમકીઓ મળી છે. શાકિબ અલ હસન કાળી પૂજામાં સામેલ થવા કોલકત્તા પહોંચ્યો હતો, અને આ પછી તેને એક વ્યક્તિએ જીવથી મારી નાંખવાની ધમકી આપી, શાકિબ અલ હસન હવે આ આખી ઘટના પર માફી માંગી છે, અને કહ્યું કે, મારે પૂજા માટે ન હતુ જવુ જોઇતુ. શાકિબ અલ હસને આ ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યુ છે, શાકિબ અલ હસન કહ્યું- તો પછી, કદાચ મારે તે જગ્યાએ ન હતુ જવુ જોઇતુ. જો આવુ થયુ છે તો તમે મારી વિરુદ્ધમાં છો અને આ માટે મને બહુ દુઃખ છે. હું એ ધ્યાન રાખીશ કે આવુ ફરી ક્યારેય ના થાય.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે. ફેસબુક લાઈવ દરમિયાન શાકિબ અલ હસનને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસન 16 નવેમ્બરે કોલકોતા કાલી પૂજા કરવા માટે પહોંચ્યો અને આ જ કારણે તેને જીવનથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસને કાલી પૂજાનું ફેસબુક પર લાઈવ કર્યું હતું અને આ દરમિયાન ખેલાડી વિરૂદ્ધ એક વ્યક્તિએ અપશબ્દનો ઉપયોગ કર્યો અને જીવથી મારી નાખવાની ધમકી આપી.

આ વ્યક્તિની ઓળખ મોહસિન તરીકે થઈ છે. મોહસિન નામની આ વ્યક્તિએ શાકિબનો જીવ લેવા માટે ઢાકા પહોંચવાની વાત કહી છે. જોકે સિયાહેટના એડિશનલ ડેપ્યુટી કમિશ્નરે શાકિબને સુરક્ષાનો પુરો વિશ્વાસ આપ્યો છે.



સિહાયેટના બીએમ અશરફ ઉલ્લાહ તાહેરે કહ્યું કે, શાકિબને ધમકી આપનાર વ્યક્તિ વિરૂદ્ધ એક્શન લેવાની શરૂઆત થઈ ગઈ છે. ઉલ્લાહ તાહેરે કહ્યું કે, ટૂંકમાં જ આ મામલે કાર્રવાઈ પૂરી કરી લેવામાં આવશે. ફેસબુક આ મામલે પહેલા જ કાર્રવાઈ કરી ચૂક્યું છે. ફેસબુકે મોહસિનની કમેન્ટને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે. જણાવીએ કે, શાકિબ અલ હસનને હાલમાં જ એક વર્ષનો પ્રતિબંધનો સામનો કર્યા બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરી છે. ફિક્સિંગ સાથે જોડાયેલ કેસમાં જાણકારી ન આપવાને કારણે શાકિબ અલ હસન પર આઈસીસીએ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.