India vs Australia World Cup 2023 Match: ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023 ની તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં શાનદાર રેકોર્ડ સર્જાયા હતા. વિરાટ કોહલીએ 116 બોલમાં 85 રન ફટકારીને કાંગારૂ ટીમને હરાવ્યું હતું.


કોહલીએ આ ઇનિંગના આધારે બે મોટા રેકોર્ડ બનાવ્યા છે. તેણે સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે. તેના સિવાય ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે પણ ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં 11 ઐતિહાસિક રેકોર્ડ બન્યા છે. ચાલો જાણીએ તેમના વિશે...


ભારતમાં ઓસ્ટ્રેલિયાની ટીમના બે મહાન રેકોર્ડ


પહેલો રેકોર્ડ એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી ભારતની ધરતી પર વર્લ્ડ કપમાં 19 મેચ રમી છે જેમાંથી માત્ર 4 વખત જ તેને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ધરતીનો આ એક અદ્ભુત રેકોર્ડ છે. બીજો રેકોર્ડ એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ચેન્નાઈના મેદાન પર 1987 પછી પ્રથમ વખત વર્લ્ડ કપમાં કોઈ મેચ હારી છે. અત્યાર સુધી તેણે આ મેદાન પર 4માંથી 3 મેચ જીતી છે.


સૌથી ઓછા રનમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતનાર ટીમ


2 રન - ભારત વિ ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ, 2023*


4 રન - ભારત વિ ઝિમ્બાબ્વે, એડિલેડ, 2004


4 રન - શ્રીલંકા વિ બાંગ્લાદેશ, મીરપુર, 2009


5 રન - શ્રીલંકા વિ ન્યુઝીલેન્ડ, ઢાકા, 1998


ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપમાં સૌથી વધુ સ્કોર કરનાર ભારતીય


117 - શિખર ધવન, ધ ઓવલ, 2019


100* - અજય જાડેજા, ધ ઓવલ, 1999


97* - કેએલ રાહુલ, ચેન્નાઈ, 2023*


ICC ODI-T20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય


2785 - વિરાટ કોહલી (64 ઇનિંગ્સ)*


2719 - સચિન તેંડુલકર (58)


2422 - રોહિત શર્મા (64)


1707 - યુવરાજ સિંહ (62)


1671 - સૌરવ ગાંગુલી (32)


ODIમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન (ઓપનર્સ સિવાય)


113 - વિરાટ કોહલી*


112 - કુમાર સંગાકારા


109 - રિકી પોન્ટિંગ


102 - જેક કાલિસ


વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં હજાર રનનો રેકોર્ડ


19 ઇનિંગ્સ- ડેવિડ વોર્નર*


20 ઇનિંગ્સ- સચિન તેંડુલકર/ એબી ડી વિલિયર્સ


21 ઇનિંગ્સ- વિવ રિચર્ડ્સ/ સૌરવ ગાંગુલી


22 ઇનિંગ્સ- માર્ક વો


22 ઇનિંગ્સ- હર્ષલ ગિબ્સ


ઑસ્ટ્રેલિયા પ્રથમ વખત ODI વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ હારી ગયું (2000 થી)


2003 - પાકિસ્તાન વિરુદ્ધ જીત


2007 - સ્કોટલેન્ડ વિરુદ્ધ જીત


2011 – ઝિમ્બાબ્વે વિરૂદ્ધ જીત


 2015 - ઇંગ્લેન્ડ વિરુદ્ધ જીત


2019 – અફઘાનિસ્તાન વિરૂદ્ધ જીત


2023 – ભારત વિરૂદ્ધ જીત


ભારતીય ટીમ 2000 પછી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ હારી હતી


2003 - નેધરલેન્ડ વિ. જીત


2007 - હાર વિ બાંગ્લાદેશ


 2011 - બાંગ્લાદેશ વિરૂદ્ધ જીત


 2015 - પાકિસ્તાન વિરૂદ્ધ જીત


2019 - દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જીત


2023 - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત


ODI વર્લ્ડ કપમાં બીજી વખત બંને ભારતીય ઓપનર શૂન્ય પર આઉટ થયા હતા.


વિ ઝિમ્બાબ્વે, ટનબ્રિજ, 1983


વિ ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ, 2023


વર્લ્ડ કપમાં સૌથી ઓછા બોલમાં 50 વિકેટ ઝડપનારા બોલરો


941 - મિશેલ સ્ટાર્ક


1187 - લસિથ મલિંગા


1540 - ગ્લેન મેકગ્રા


1562 - મુથૈયા મુરલીધરન


1748 - વસીમ અકરમ