India vs Australia World cup Final 2023 Toss Updates: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યારે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ શરૂ થઇ ચૂકી છે. આજે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પ્રથમ બૉગિંલ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિર્ણયને લઇને હવે ચર્ચાઓ શરૂ થઇ છે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, શા માટે પેટ કમિન્સે ટૉસ જીત્યા પછી પણ પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, સામે છેડે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે ખુદ પણ પહેલા બેટિંગ કરવા જ માંગતો હતો.
ટૉસ પેટ કમિન્સે જીત્યો -
પ્રથમ બૉલિંગ કરવાના નિર્ણય અંગે પેટ કમિન્સે કહ્યું, 'અમને પહેલા બૉલિંગ કરવામાં આસાની રહી રહી છે. પીચ ડ્રાય લાગે છે. ઝાકળ એક પરિબળ છે. આના પર પાછળથી બેટિંગ કરવી વધુ સારું રહેશે. ટૂર્નામેન્ટની શરૂઆત કઠિન રીત થઈ હતી, પરંતુ તે પછી ખરેખર કોઈ ભૂલ થઈ નથી. તે બધું સંપૂર્ણપણે વ્યવસ્થિત છે. અમે ભારતીય ખેલાડીઓ સાથે ઘણું રમ્યા છીએ. અમે સેમિ ફાઈનલ ટીમ સાથે જઈ રહ્યા છીએ.
હું પણ પહેલા બેટિંગ જ કરતોઃ રોહિત શર્મા
ટૉસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી હતી. રોહિતે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોહિતે કહ્યું, 'જો તે ટૉસ જીત્યો હોત, તો તેણે પહેલા બેટિંગ કરી હોત, પિચ સારી લાગે છે, તે એક મોટી રમત છે અને બોર્ડ પર રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ ખૂબ જ શાનદાર બનવાની છે, જ્યારે પણ અમે અહીં રમીશું ત્યારે ચાહકો મોટી સંખ્યામાં આવશે. આપણે અમારું શ્રેષ્ઠ રમવું પડશે અને શાંત રહેવું પડશે.
ફાઇનલમાં ટીમની કેપ્ટનશીપ કરવી એ સ્વપ્ન સાકાર થવા જેવું છે. મને ખબર છે કે આપણી સામે શું છે. અમારે સારું રમીને પરિણામ મેળવવાની જરૂર છે. મેદાનમાં યોગ્ય નિર્ણયો લેવા પડશે. આ તે છે જે અમે છેલ્લી 10 મેચોમાં સતત કર્યું છે. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.