ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેને ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ભારતના કુલ ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક બન્યા હતા. જે ભારતનો ટેસ્ટ ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર છે.
ભારત તરફથી ઓપનર મયંક અગ્રવાલે સૌથી વધુ 9 રન બનાવ્યા હતા. હનુમા વિહારીએ 8 રન, પૃથ્વી શૉએ 4 રન, વિરાટ કોહલીએ 4 રન, સાહાએ 4 રન, ઉમેશ યાદવે 4 રન, બુમરાહે 2 રન બનાવ્યા હતા. શમી 1 રને રિટાયર્ડ હર્ટ થતાં ભારતની ઈનિંગનો અંત આવ્યો હતો.