ઓસ્ટ્રેલિયા: એડિલેડમાં ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેમરુન ગ્રીનનો અદભૂત કેચ કોહલીએ હવામાં છલાંગ લગાવીને પકડ્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


મેચમાં એકબાજુ બુમરાહ અને પૃથ્વી શો કેચ છોડતા નજર આવ્યા જ્યારે વિરાટ કોહલીએ જબરજસ્ત કેચ પકડીને સૌને હેરાન કરી દીધા હતા. મેચની 41મીં ઓવરમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરુને હવામાં જોરદાર શોટ માર્યો હતો પરંતુ મેદાનમાં તે જગ્યાએ હાજર કોહલીએ ડાઈવ લગાવીને કેચ પકડી લીધો હતો. ગ્રીન 24 બોલમાં 11 રન બનાવી આઉટ થઈ ગયો હતો.



પ્રથમ ડે નાઇટ ટેસ્ટના બીજા દિવસે ભારતીય બૉલરોનો તરખાટ જોવા મળ્યો, ભારતે પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. કાંગારુ ટીમ પ્રથમ ઇનિંગમાં ભારત સામે 10 વિકેટ ગુમાવીને માત્ર 191 રન જ બનાવી શકી, આ સાથે ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 53 રનની લીડ મળી ગઇ છે.

બીજો દિવસ ભારતીય બૉલરોના નામે રહ્યો, ભારત તરફથી સૌથી વધુ અશ્વિને ચાર વિકેટ ઝડપી, આ ઉપરાંત ઉમેશ યાદવને ત્રણ અને બુમરાહ બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા.