મયંક અગ્રવાલે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. આ મયંકના ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી છે. મયંક અગ્રવાલે ગયા મહિને વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 215 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. હાલ ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી છે. વાઇસ કેપ્ટને રહાણે સદી ચૂક્યો, અબુ જાયેદે 86 રનના સ્કૉરે ઇસ્લામના હાથમાં ઝીલાવી દીધો.
મયંક અગ્રવાલની ત્રીજી ટેસ્ટ સદી....
મયંક અગ્રવાલે પોતાનુ શાનદાર ફોર્મ ચાલુ રાખતા બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ સદી ફટકારી છે. આ મયંકની ટેસ્ટ કેરિયરની ત્રીજી સદી છે. મયંક અગ્રવાલે આ ઇનિંગમાં 183 બૉલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. મયંક અગ્રવાલે 60મી ઓવરમાં ત્રીજા બૉલર પર બે રન લઇને સદી પુરી કરી હતી. મયંકના નામે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી પણ છે.
બીજા દિવસની રમતમાં જાયેદે તરખાટ મચાવતા ચેતેશ્વર પુજારા 54 રને અને કેપ્ટન કોહલીને શૂન્ય રને પેવેલિયન મોકલી દીધા હતા.
આ પહેલા ભારતીય બેટ્સમેન રોહિત શર્માને અબુ જાયેદે લિટન દાસના હાથમાં 6 રનના અંગત સ્કૉર પર ઝીલાવી દીધો હતો.
બાંગ્લાદેશની ઇનિંગ....
આ અગાઉ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ 150 રનમાં સમેટાઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહિમે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તે સિવાય કેપ્ટન મોમિનુલ હકે 37, લિટન દાસે 21 અને મોહમ્મદ મિથુને 13 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી મોહમ્મદ શમ્મીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.