IND vs BAN 3rd ODI : ભારતીય ટીમ આજે બાંગ્લાદેશ સામે સીરીઝની અંતિમ અને ત્રીજી વનડે મેચ રમી રહી છે. આ મેચ બન્ને ટીમો માટે માત્ર ઔપચારિક છે, કેમકે બાંગ્લાદેશની ટીમે પ્રથમ વનડે મેચ જીતીને સીરીઝ પર પહેલાથી 2-0થી કબજો જમાવી લીધો છે. પરંતુ આજે ભારત આ મેચ જીતીને આબરૂ બચાવવા પ્રયાસ કરશે તો બાંગ્લાદેશની નજર જીતી સાથે સીરીઝમાં ક્લિન સ્વિપ કરવા પર રહેશે. 


જીત માટે 410 રનોનો વિશાળ લક્ષ્ય - 
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરની રમત રમીને 8 વિકેટો ગુમાવીને 409 રન બનાવી લીધા છે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમે બીજી ઇનિંગમાં જીત માટે 410 રનોનો વિશાળ લક્ષ્ય મળ્યુ છે. 


ભારતીય ટીમની વાત કરીએ તો ભારત તરફથી સૌથી સારી બેટિંગ ઇશાન કિશન અને વિરાટ કોહલી કરી છે, ઇશાને ડબલ સદી તો વિરાટે સદી ફટકારીને બાંગ્લાદેશના બૉલરોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. આજની ત્રીજી વનડે મેચ ચટગાંવના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.


બાંગ્લાદેશ ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી - 
ચટગાંવ વનડેમાં બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટૉસ જીતીને પહેલી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે  ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ, આજની મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળી રહ્યો છે.


ઇશાન કિશનની ડબલ સેન્ચૂરી
રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગમાં બેટિંગ કરવા આવેલા ઇશાન કિશાન શાનદાર બેટિંગનુ પરફોર્મન્સ આપ્યુ હતુ. ઇશાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં પહેલી ડબલ સેન્ચૂરી ફટકારી દીધી હતી. ઇશાને 131 બૉલમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 210 રન બનાવ્યા હતા. જોકે, બાદમાં તસ્કીન અહેમદની બૉલિંગમાં લિટન દાસના હાથમાં કેચ આઉટ થઇ ગયો હતો.


વિરાટ કોહલીની શાનદાર સદી
ટીમ ઇન્ડિયાના રન મશીન ગણાતા વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ક્લાસ બેટિંગનું પ્રદર્શન કર્યુ હતુ, બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં વિરાટે સદી ફટકારી હતી. કોહલીએ 86 બૉલમાં 104 રનની ઇનિંગ રમી હતી, જેમાં 11 ચોગ્ગા સામેલ હતા. 


બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ તરફથી તમામ બૉલરોની ખુબ ધુલાઇ જોવા મળી હતી. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદ, ઇબાદત હૌસેન અને શાકીબ અલ હસન જ 2-2 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા. જ્યારે રહેમાન અને મેદહી હસનને 1-1 વિકેટો મળી હતી.


બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન
લિટન દાસ (કેપ્ટન), અનામૂલ હક, યાસિર અલી, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ, મહેમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન, ઇબાદત હૌસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝૂર રહેમાન.


ભારતની પ્લેઇંગ ઇલેવન 
ઇશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ (કેપ્ટન), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ.


ઇશાન કિશન અને કુલદીપ યાદવને મળ્યો મોકો
બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, આજની પ્લેઇંગ ઇલેવનમાં ભારતીય ટીમમાં ઓપનર બેટ્સમેન અને વિકેટકીપર ઇશાન કિશનને મોકો આપવામાં આવ્યો છે, જ્યારે બીજા ફેરફાર તરીકે સ્ટાર સ્પીનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.