India vs Bangladesh 3rd ODI: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે, આજે અંતિમ અને છેલ્લી વનડે મેચ ચટગ્રામમાં રમાઇ રહી છે. જોકે, ખાસ વાત છે કે, બાંગ્લાદેશે પ્રથમ બે વનડે મેચો જીતીને સીરીઝ પર 2-0થી લીડ બનાવી લીધી છે.
આજની મેચમાં ભારત આબરુ બચાવવા મેદાનમાં ઉતરશે તો, વળી બાંગ્લાદેશની ટીમ ટીમ ઇન્ડિયા સામે ત્રીજી વનડે જીતીને ક્લિન સ્વિપ કરવા પ્રયાસ કરશે. બાંગ્લાદેશ આજે ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. પરંતુ આ પહેલા આપણે જાણીએ શું છે પીચનો મિજાજ.....
પીચ રિપોર્ટ -
ચટગ્રામની જબૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે ખુબ સારી છે. આ પીચ પર ટૉસ જીતીને કોઇપણ ટીમ બેટિંગ કરવાનો ફેંસલો કરીને સ્કૉરબૉર્ડ પર મોટો સ્કૉર ટાંગવા ઇચ્છશે.
ચટગ્રામના મેદાનની વાત વાત કરીએ તો, અહીં ફેન્સને 300+ નો સ્કૉર જોવા મળી શકે છે. જોકે મેચની શરૂઆતમાં ફાસ્ટ બૉલરોને થોડી મદદ મળી શકે છે.
--
3rd ODI: બાંગ્લાદેશ સામે આજે રોહિત નહીં રમે, કેએલ રાહુલ સંભાળશે ટીમ ઇન્ડિયાની કમાન
India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બે મેચો જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે. હવે આવતીકાલે ચટગ્રામમાં ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે, જેમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે, એકબાજુ ટીમ ઇન્ડિયા જીત સાથે સીરીઝ પુરી કરવા ઇચ્છશે તો બીજીબાજુ બાંગ્લાદેશ ટીમ ઇન્ડિયાને ક્લિન સ્વિવ કરવા પ્રયાસ કરશે.
પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર છે કે, કેપ્ટન રોહિત શર્મા આંગળીમાં ઇજાના કારણે ત્રીજી વનડે મેચ ગુમાવશે. રોહિતની જગ્યાએ કેએલ રાહુલ ત્રીજી વનડેમાં કેપ્ટનશીપ કરતો દેખાશે. જોકે, રોહિતની જગ્યા લેવા માટે ત્રણ બેટ્સમેનો વચ્ચે હોડ લાગી છે. જેમાં પ્લેઇંગ ઇલેવનમાં કોનો સમાવેશ કરાશે, ઇશાન કિશન, રજત પાટીદાર કે પછી રાહુલ ત્રિપાઠી. આ ત્રણેયમાંથી એકને મોકો મળી શકે છે.