ઈન્દોર: ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેને ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડી દીધો છે.

મયંકે ઇન્દોરના હોલકર સ્ટેડિયમાં ટેસ્ટના બીજા દિવસે સિક્સ ફટકારીનો પોતાના કેરિયરની બીજી બેવડી સદી નોંધાવી હતી. મયંકે પોતાની 12 ઇનિંગમાં પહોંચતા પહોંચતા બે બેવડી સદી ફટકારી દીધી છે. જ્યારે બ્રેડમેનને બે બેવડી સદી ફટકારવા માટે 13 ઇનિંગ રમવી પડી હતી. જો કે, તેમાં એક બેવડી સદીને બ્રેડમેને બાદમાં ત્રેવડી સદીમાં ફેરવી દીધી હતી. તે દરમિયાન બ્રેડમેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 334 રનની ઇનિંગ રમી હતી.



જો કે બેવડી સદી મામલે ભારતનો વિનોદ કાંબલી સૌથી આગળ છે. જેમણે પોતાના કેરિયરની શરૂઆતી પાંચ ઇનિંગમાં જ બે બેવડી સદી નોંધાવી હતી. ભારતના ચેતેશ્વર પુજારાએ 18 ઇનિંમાં બે બેવડી સદી ફટકારી હતી.

આ પહેલા મંયકે ગત મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં 215 રનોની ઇનિંગ રમી હતી. આ તેની પ્રથમ સદી હતી જેને બેવડી સદીમાં ફેરવી દીધી હતી. મયંક પોતાના કેરિયરમાં બે બેવડી સદી સહિત ત્રણ ટેસ્ટ સદી નોંધાવી દીધી છે.