નવી દિલ્હી:  ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય બાદ પોતાનું બેટ હાથમાં લીધું છે. ધોની ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપના સેમીફાઈનલ બાદ ક્રિકેટથી દૂર હતો. 10 જુલાઈ 2019ના એમ એસ ધોનીએ છેલ્લી વાર બેટ પકડ્યું હતું. જે બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો. ધોનીએ આશરે 6 મહિના બાદ નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે.


ધોનીએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. શુક્રવાર 15 નવેમ્બરે ધોનીએ ઝારખંડ ક્રિકેટ અસોસિયેશનના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી છે. ધોનીના પ્રેક્ટિસ સેશનમાં પાછા ફરવાનો વીડિયો તેના ફેન ક્લબે ટ્વિટર પર શેર કર્યો છે.

ધોની ફેન ઑફિશિયલ નામના આ ટ્વિટર હેન્ડલ પર કેટલાક સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં એ પણ લખવામાં આવ્યું છે કે લાંબા સમય બાદ ધોનીએ પોતાનું પહેલું નેટ સેશન શરૂ કર્યું છે.