IND vs CAN L: ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદને કારણે કદ્દ

India vs Canada Live Score, T20 World Cup 2024: અહીં તમને ભારત અને કેનેડા વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 Jun 2024 09:12 PM
ટોસ વિના મેચ રદ

ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. લગભગ દોઢ કલાક સુધી મેચ યોજાવાની રાહ જોવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ટોસ વિના મેચ રદ જાહેર કરવામાં આવી હતી. ટર્ફ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ માટે લગભગ દોઢ કલાકની રાહ જોવામાં આવી હતી, પરંતુ આઉટફિલ્ડ અહીં મેચ યોજી શકે તેવી સ્થિતિમાં નહોતું. આવી સ્થિતિમાં અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. અહીં ગઈકાલે યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પણ ટોસ વિના રદ કરવામાં આવી હતી.

મેચ 5-5 ઓવરની હોઈ શકે છે

હાલમાં ફ્લોરિડામાં વરસાદ પડી રહ્યો નથી. ખરાબ આઉટફિલ્ડના કારણે ભારત અને કેનેડાની મેચનો ટોસ હજુ સુધી થઈ શક્યો નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર રાત્રે 11.45 વાગ્યા સુધી 5-5 ઓવરની મેચ થઈ શકે છે.

મેચ શરૂ કરવા માટે યોગ્ય નથી ગ્રાઉન્ડ, હવે 9 વાગ્યે નિરીક્ષણ કરવામાં આવશે

અમ્પાયર રિચર્ડ કેટલબોરો અને શરાફુદ્દૌલાએ મેદાનનું નિરીક્ષણ કર્યું. જો કે, હજુ પણ ઘણી જગ્યાએ પાણી છે અને જમીન એકદમ ભીની છે. આવી સ્થિતિમાં અત્યારે મેચ શરૂ કરવા માટે સ્થિતિ યોગ્ય નથી. હવે ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે અમ્પાયર ફરીથી તપાસ કરશે.

અમ્પાયર 8 વાગ્યે નિરીક્ષણ કરશે

ખરાબ આઉટફિલ્ડના કારણે ભારત અને કેનેડા વચ્ચેની મેચનો ટોસ સમયસર યોજાઈ શક્યો નહોતો. હવે અમ્પાયર રાત્રે 8 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કરશે. સારી વાત એ છે કે ફ્લોરિડામાં અત્યારે વરસાદ નથી પડી રહ્યો. જો કે, આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું છે.

ખરાબ આઉટફિલ્ડને કારણે ટોસમાં વિલંબ થશે

ચાહકો માટે ખરાબ સમાચાર છે. ભારત અને કેનેડા વચ્ચેની મેચનો ટોસ વિલંબિત થશે. અત્યારે વરસાદ નથી પડી રહ્યો, પરંતુ ખરાબ આઉટફિલ્ડને કારણે ટોસમાં વિલંબ થશે. તાજેતરના અપડેટ મુજબ, આઉટફિલ્ડ હજુ પણ ભેજવાળું છે, તેથી ટોસ સમયસર થશે નહીં.

કેનેડા વિરૂદ્ધ આજની ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

બ્રેકગ્રાઉન્ડ

India vs Canada, 33rd Match, Group A: આજે 2024 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને કેનેડા વચ્ચે મેચ થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ફ્લોરિડાના લોડરહિલ સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે. જો કે આ મેચમાં વરસાદ પણ વિલન બની શકે છે.


ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આ કારણોસર, શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. આ પછી, ખરાબ આઉટફિલ્ડ અને વરસાદને કારણે શુક્રવારે યુએસએ અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. આ મેચ પણ રદ કરવામાં આવી હતી.


ભારત અને કેનેડા વચ્ચે મેચના દિવસની આગાહી પણ આશાસ્પદ નથી; છૂટાછવાયા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, એટલે કે મેચ સંપૂર્ણપણે ધોવાઈ શકે છે અથવા આંશિક રીતે ટૂંકી થઈ શકે છે. જો કે, ટીમ ઈન્ડિયા પર મેચ રદ્દ થવાની કોઈ અસર નહીં થાય, કારણ કે તે સુપર-8માં પ્રવેશી ચૂકી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.