પુણેઃ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં પ્રવાસી ટી (England Tour of India 2021)મે ભારતીય ટીમને 6 વિકેટથી હાર આપી હતી. ભારતે મેચ (Team India) જીતવા આપેલા 337 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો. જે બાદ બીજી વિકેટ પડી ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડ જીતની નજીક પહોંચી ગયું હતું.


ઈંગ્લેન્ડ તરફથી બેયરસ્ટોએ (Jonny Bairstow) 112 બોલમાં 7 સિક્સ અને 11 ફોર મદદથી 124 રન, બેન સ્ટોક્સે 53 બોલમાં 10 સિક્સ અને 4 ફોરની મદદથી 99 રન અને જેસન રોયે (Jason Roy) 52 બોલમાં 1 સિક્સ અને 7 ફોરની મદદથી 55 રન ફટકાર્યા હતા. બેન સ્ટોક્સ ને જોની બેયરસ્ટોએ ભારતીય બોલર્સને નિર્દયતાથી ફટકાર્યા હતા.


બેન સ્ટોક્સે (Ben Stokes) માત્ર 13 બોલમાં 49 રન ઝૂડીને મેચ એકતરફી બતાવી દીધી હતી. બેન સ્ટોક્સ જે રીતે શોટ ફટકારતો હતો તેને જોઈ કોહલી (Virat Kohli) પણ વિચારતો થઈ ગયો હતો. બેન સ્ટોક્સે મેચની 33મી ઓવરમા કુલદીપ (Kuldeep Yadav)ની એક જ ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ સિક્સ ફટકારી હતી. જ્યારે 34મી ઓવરમાં કૃણાલ પંડ્યાની (Krunal Pandya) એક જ ઓવરમાં 28 રન ઝૂડ્યા હતા. આ બે ઓવરમાં જ તેણે મેચનું પાસું પલટી નાંખ્યું હતું.



ભારતે કેટલા છગ્ગા - ચોગ્ગા ફટકાર્યા


ભારતની તેની ઇનિંગ્સમાં કુલ ૧૪ છગ્ગા અને ૨૦ ચોગ્ગા ફટકાર્યા હતા. આમ કુલ ૧૬૪ રન ભારતે ઊભા-ઊભા લીધા હતા. ૧૪માંથી સાત છગ્ગા તો રિષભ પંતે (Rishabh Pant) અને ચાર હાર્દિક પંડયાએ (Hardik Pandya) ફટકાર્યા હતા. 


ઇંગ્લેન્ડે કેટલા છગ્ગા - ચોગ્ગા ફટકાર્યા


ઇંગ્લેન્ડે ભારત સામે 20 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે સાઉથ આફ્રિકાએ મુંબઈમાં 2015માં ભારત સામે ફટકારેલા 20 છગ્ગાના રેકોર્ડની બરોબરી કરી હતી. 20 છગ્ગામાંથી દસ છગ્ગા બેન સ્ટોક્સે અને સાત છગ્ગા બેરસ્ટોએ ફટકાર્યા હતા. લિવિંગસ્ટોને બે અને રોયે એક છગ્ગો ફટકાર્યો હતો.


Gujarat Corona Cases: ગુજરાતમાં એક્ટિવ કેસમાં એક અઠવાડિયામાં જ થયો તોતિંગ વધારો, આંકડો જાણીને ચોંકી જશો


Surat Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક થયો એક હજાર,