IND vs ENG 2nd Test Live: કે.એલ. રાહુલની સદી, મજબૂત સ્થિતિમાં ટીમ ઈન્ડિયા

India vs England 2nd Test Live: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રમાઈ રહી છે. બંન્ને ટીમો વચ્ચે ગયા અઠવાડિયે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી જે ડ્રો રહી હતી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Aug 2021 11:00 PM
ઈન્ડિયા હાલ મજબૂત સ્થિતમાં

ટીમ ઈન્ડિયા હાલ મજબૂત સ્થિતમાં છે. રાહુલ અને કોહલી રમતમાં છે. 

રાહુલની સદી

કે.એલ. રાહુલે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. રાહુલ 214 બોલમાં 103 રન બનાવી રમતમાં છે. 

રાહુલ 59 રન રમતમાં

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ચેતેશ્વર પૂજારા 9 રન બનાવી આઉટ થયો છે. હાલ કોહીલ અને રાહુલ રમતમાં છે. રાહુલ 59 રન રમતમાં છે. 

ભારતનો સ્કોર 46 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન

હાલ ભારતીય ટીમનો સ્કોર 46 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન છે. 

રોહિત શર્મા 83 રન બનાવી આઉટ

ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 83 રન બનાવી આઉટ થયો છે.  

રોહિત શર્માની અડધી સદી


બીજી ટેસ્ટમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતને શાનદાર શરુઆત અપાવી છે. રોહિત શર્માએ અડધી સદી ફટકારતા 64 રન બનાવી લીધા છે. 

અચાનક ફરીથી શરૂ થયો વરસાદ

લૉર્ડ્સમાં અચાનક ફરીથી વરસાદ શરૂ થઇ ગયો છે, આના કારણે એકવાર ફરીથી મેચને વચ્ચેથી અટકાવી દેવામાં આવી છે. ભારતીય ટીમે અત્યાર સુધી 18.4 ઓવર રમી છે અને વિના વિકેટે 46 રનનો સ્કૉર કરી દીધો છે. રોહિત શર્મા આક્રમક બેટિંગ કરતા 6 ચોગ્ગા ફટકારીને 35 રન બનાવી ચૂક્યો છે, જ્યારે સામે છેડે કેએલ રાહુલ 10 રન પર બેટિંગ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડે અત્યાર સુધી ઓલિ રૉબિન્સન, જેમ્સ એન્ડરસન અને સેમ કરનને જ બૉલિંગમાં અજમાવ્યા છે. 

15 ઓવર બાદ ભારતનો સ્કૉર 38/0

15 ઓવરો બાદ ભારતીય ટીમનો સ્કૉર વિના વિકેટે 38 રન પર પહોંચ્યો છે. બન્ને ઓપનરો રોહિત શર્મા (29) અને કેએલ રાહુલ (8) ક્રિઝ પર છે. રોહિત શર્માએ શરૂઆતમાં ધીમી ઇનિંગ રમ્યા બાદ આક્રમક મિજાજ અપાવ્યો છે. 

રોહિત-રાહુલ ક્રિઝ પર

ટીમ ઇન્ડિયાની ધીમી બેટિંગ યથાવત રહી છે. 10 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર વિના વિકેટે માત્ર 11 રન પર જ પહોચ્યો છે. રોહિત શર્મા 8 રન અને રાહુલ 5 રન બનાવીને ક્રિઝ પર છે. ઇંગ્લેન્ડના બૉલરોએ ભારતીય ઓપનરોને બાંધીને રાખ્યા છે. 

ભારતની ધીમી શરૂઆત

5 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર વિના વિકેટ માત્ર 6 રન કર્યો છે. ઓપનર રોહિત શર્મા 5 રન અને કેએલ રાહુલ 1 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતીય ટીમની શરૂઆત એકદમ ધીમી રહી છે. 

મેચ શરૂ

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે, વરસાદના કારણે આ મેચ અડધા કલાક મોડી શરૂ થઇ છે. ભારત માટે રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગમાં આવ્યા છે, વળી ઇંગ્લેન્ડે જેમ્સ એન્ડરસનને બૉલ સોંપ્યો છે. 

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન

રૉરી બર્ન્સ, ડોમિનિક સિબલી, હસીબ હમીદ, જૉ રૂટ (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો, જૉસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, ઓલી રૉબિન્સન, માર્ક વૂડ, જેમ્સ એન્ડરસન.

બન્ને ટીમોમાં ફેરફાર

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામા આવ્યો છે, ઇજાગ્રસ્ત શાર્દુલ ઠાકુરની જગ્યાએ ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્માને મોકો મળ્યો છે. વળી ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે, ઇંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ છે. 

લૉર્ડ્સમાં વરસાદ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટનો આજે પ્રથમ દિવસ છે. પરંતુ ફરી એકવાર વરસાદ વિઘ્ન બન્યો છે, ફરીથી ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે, જેના કારણ રમત અટકાવવી પડી છે. પિચ કવર કરી દેવામાં આવી છે. 

સ્પિનર્સને મળી શકે છે મદદ

પ્રથમ ટેસ્ટ મેચમાં સ્પિનર્સને કોઇ મદદ મળી નહોતી પરંતુ લોર્ડ્સમાં સ્થિતિ અલગ હોઇ શકે છે. લોર્ડ્સ ટેસ્ટના અંતિમ ત્રણ દિવસ સ્પિનર્સમાં મદદ મળવાની આશંકાઓ છે. ઇગ્લેન્ડની ટીમમાં પણ મોઇન અલીની વાપસી થઇ શકે છે. ઇન્ડિયન ટીમ પણ બે સ્પિનર્સની સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ટીમ ઇન્ડિયા સામે બેટ્સમેનોનું ફોર્મ ચિંતાજનક

પ્રથમ ટેસ્ટમાં ભલે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં હતી પરંતુ ટીમ ઇન્ડિયાના ટોચના બેટ્સમેનોનું ફોર્મ હવે ચિંતાનો વિષય છે. રહાણે, પૂજારા, રોહિત શર્મા, અને વિરાટ કોહલી લાંબા સમયથી મોટી ઇનિંગ રમી શક્યા નથી. કોહલી બે વર્ષથી સદી ફટકારી નથી જ્યારે પૂજારાએ છેલ્લે 2018માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સદી ફટકારી હતી. રહાણે મેલબોર્નના સદી સિવાય કોઇ મોટી ઇનિંગ રમી શક્યો નથી.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચ રમાશે. બંન્ને ટીમો વચ્ચે ગયા અઠવાડિયે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી જે ડ્રો રહી હતી. બીજી ટેસ્ટ અગાઉ બંન્ને ટીમો પોતાના ઇજાગ્રસ્ત ખેલાડીઓના કારણે મુશ્કેલમાં જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા પ્રથમ ટેસ્ટમાં ખૂબ મજબૂત સ્થિતિમાં હતી. પ્રથમ ઇનિંગમાં  ટોચના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું છતાં ટીમ ઇન્ડિયાએ 277નો સ્કોર કર્યો હતો. ભારતીય બોલર શાર્દુલ ઠાકુર ઇજાગ્રસ્ત છે જેના કારણે તે બીજી મેચમાં રમી શકશે નહીં.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.