India vs England 2nd Test match : ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ માત્ર ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી છે. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાના કારણે બહાર છે. સાથે જ મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન રોહિતે કહ્યું કે જાડેજાની જગ્યાએ કુલદીપ, રાહુલની જગ્યાએ રજત પાટીદાર અને સિરાજની જગ્યાએ મુકેશ કુમાર રમી રહ્યો છે.
રજત પાટીદારનું ડેબ્યૂ
મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ઇગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની શરૂઆત પહેલા તેને ભારતીય દિગ્ગજ બોલર ઝહીર ખાને ટેસ્ટ કેપ આપી હતી. આ મેચમાં શોએબ બશીરે પણ ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શોએબ પાકિસ્તાની મૂળનો બોલર છે. વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે તે હૈદરાબાદમાં પ્રથમ મેચ રમી શક્યો ન હતો.
રજત પાટીદારને કેએલ રાહુલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રજત ભારત માટે એક વનડે રમ્યો છે. આ સાથે જ શોએબ બશીરે પણ ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝને ડેબ્યૂ માટે રાહ જોવી પડશે.
બંને ટીમોના પ્લેઇંગ-11
ઈંગ્લેન્ડ
જેક ક્રૉઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોકસ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.
ભારત
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર.