IND vs ENG 2nd Test Day 3 Stumps: ઈંગ્લેન્ડની ટીમ 391 રનમાં ઓલઆઉટ, જો રૂટ 180 રને નોટઆઉટ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે  પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમા રમાઈ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ 391 રનમાં ઓલઆઉટ થઈ ગઈ

gujarati.abplive.com Last Updated: 14 Aug 2021 11:31 PM
ઇંગ્લેન્ડની ટીમ 391 રનમાં ઓલઆઉટ

ઇંગ્લેન્ડની ટીમ 391 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમે ઈન્ડિયા પર 27 રનની લીડ મેળવી છે. ત્રીજા દિવસે ઈન્ડિયન બોલર્સ પૈકી મોહમ્મદ સિરાજે 4, ઈશાંતે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. 

ઈંગ્લેન્ડનો સ્કોર 300 રનને પાર

હાલ ઈંગ્લેન્ડની ટીમ 96.3 ઓવરમાં  5 વિકેટ ગુમાવી 301 રન બનાવ્યા છે. જો રુટ 131 રન સાથે રમતમાં છે. 

જોસ બટલર 23 રન બનાવી આઉટ

ઈંગ્લેન્ડની ટીમને પાંચમો ઝટકો લાગ્યો છે. જોસ બટલર 23 રન બનાવી આઉટ થયો છે. ઈશાંત શર્માએ ટીમ ઈન્ડિયાને પાંચમી સફળતા અપાવી છે. 

સિરાજે ભારતની ચોથી સફળતા અપાવી

229 રન પર ઈંગ્લેન્ડની ટીમને ચોથો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના બોલર સિરાજે ભારતની ચોથી સફળતા અપાવી છે. બેરસ્ટો 57 રન બનાવી આઉટ થયો છે. જો રુટ સદી ફટકારતા 104 રને રમતમાં છે. 

ઈંગ્લેન્ડનો સ્કોર 200 રનને પાર

ઈંગ્લેન્ડનો સ્કોર 200 રનને પાર થઈ ગયો છે. રુટ 82 અને બેરસ્ટો 49 રને રમતમાં છે. ઈંગ્લેન્ડની ટીમે મેચમાં શાનદાર વાપસી કરી છે. હાલ ભારતને વિકેટની જરુર છે. 

ઇંગ્લેન્ડે 54.3 ઓવરમાં  3 વિકેટના નુકસાન પર 158  રન કર્યા

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે  પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમા રમાઈ રહી છે. બીજા દિવસે ઈન્ડિયન ઈનિંગ 364 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 54.3 ઓવરમાં  3 વિકેટના નુકસાન પર 158  રન કર્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે  પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમા રમાઈ રહી છે. બીજા દિવસે ઈન્ડિયન ઈનિંગ 364 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 54.3 ઓવરમાં  3 વિકેટના નુકસાન પર 158  રન કર્યા છે. અત્યારે જો રૂટ અને જોની બેયરસ્ટો રમતમાં છે.


બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ


ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.