ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત જીતથી 6 વિકેટ દૂર છે. ઈંગ્લેન્ડનો સ્કોર 88 રન છે અને જીતવા 394 રનની જરૂર છે. જો રૂટ અને બેન સ્ટોક્સ રમતમાં છે. ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડ 3 વિકેટના નુકસાન પર 53 રન હતો. ત્રીજા દિવસે એક ઘટના બની હતી. બેટ્સમેનની પાસે ફિલ્ડિંગ કરી રહેલા શુભમન ગિલને ઈંગ્લેન્ડના બેટ્સમેન રોરી બર્ન્સે ફટકારેલો બોલ હાથની કોણી પર વાગ્યો હતો. જેને લઈ તે દર્દથી કણસી રહ્યો હતો. આ દરમિયાન ચોથા દિવસે ભારત માટે ચિંતાજનક સમાચાર આવ્યા હતા. ગિલને સાવચેતીના ભાગરૂપે સ્કેનિંગ  માટે લઈ જવામાં આવ્યો હતો. આજે તે ફિલ્ડિંગમાં પણ નથી ઉતર્યો.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં અંપાયરે શું કર્યું કે કોહલી બે વાર અંપાયર સાથે ઝગડી પડ્યો ? કોચ શાસ્ત્રીએ પણ દૂરથી બતાવ્યો ગુસ્સો ?