નવી દિલ્હી : ભારતીય ખેલાડી કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટી -20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી સાતમા સ્થાને છે. કેએલ રાહુલના 816 પોઇન્ટ છે અને તે ઇંગ્લેન્ડના ડેવિડ મલાન (915 પોઇન્ટ) પછી બીજા ક્રમે છે. કોહલી પાસે 697 રેટિંગ પોઇન્ટ છે.
ઓસ્ટ્રેલિયાની મર્યાદિત ઓવરોના કેપ્ટન એરોન ફિંચ (808) પણ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (801) ચોથા સ્થાને આવી ગયો છે. ભારત તરફથી ફક્ત રાહુલ અને કોહલી બેટ્સમેનોની યાદીમાં ટોપ 10 માં છે. બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં કોઈ પણ ભારતીય ટોપ 10 માં સામેલ નથી.
આ રેન્કિંગ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી -20 શ્રેણી બાદ બહાર પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાને શ્રેણી 2-1થી જીતી હતી. બોલરોની યાદીમાં, દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેઝ શમસીએ તેની કારકિર્દીની બીજી શ્રેષ્ઠ રેન્કિંગ મેળવી. અફઘાનિસ્તાનના રાશિદ ખાન ટોચ પર છે.
આ શ્રેણી પછી ટીમોની સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાને એક પોઇન્ટ મેળવ્યો હતો પરંતુ તે હજી ચોથા સ્થાને છે. સાઉથ આફ્રિકા એક પોઇન્ટ ગુમાવી પણ પાંચમા સ્થાને છે.
ICC T20 Ranking: કેએલ રાહુલ બીજા સ્થાન પર પહોંચ્યો, જાણો કોહલી કેટલા નંબર પર છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 06:13 PM (IST)
ભારતીય ખેલાડી કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટી -20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં એક સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -