India vs England 3rd Test: ભારતીય ટીમ પ્રથમ દાવમાં 445 રનમાં ઓલઆઉટ, રોહિત-જાડેજાની સદી, વૂડની ચાર વિકેટ

India vs England 3rd Test: ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 131 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી

gujarati.abplive.com Last Updated: 16 Feb 2024 01:39 PM
IND vs ENG 3rd Test 1st Innings Highlights: ભારત 445 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સરફરાઝ ખાને 62 રન, ધ્રુવ જુરેલે 46 રન અને રવિચંદ્રન અશ્વિને 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં જસપ્રીત બુમરાહે 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. બુમરાહે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રેહાન અહેમદને બે સફળતા મળી. જેમ્સ એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટે એક-એક વિકેટ લીધી હતી.





IND vs ENG 3rd Test Live Score: ધ્રુવ જુરેલ આઉટ

ભારતીય ટીમે 415ના કુલ સ્કોર પર 9મી વિકેટ ગુમાવી દીધી છે. ધ્રુવ જુરેલ ડેબ્યૂ ટેસ્ટમાં અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા.

IND vs ENG 3rd Test Live Score: અશ્વિન આઉટ

રેહાન અહેમદની ઓવરમાં રવિચંદ્રન અશ્વિન જેમ્સ એન્ડરસનને કેચ આપી બેઠો બેઠો હતો. અશ્વિને 6 ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાની આઠમી વિકેટ 408ના કુલ સ્કોર પર પડી હતી. 

IND vs ENG 3rd Test Live Score:અશ્વિન અને જુરેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી

પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ધ્રુવ જુરેલ એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 26 રન સુધી પહોંચી ગયો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન ચાર ચોગ્ગાની મદદથી 25 રન પર છે. બંને વચ્ચે 121 બોલમાં 51 રનની ભાગીદારી થઇ છે.





IND vs ENG 3rd Test Live Score:ભારતને પાંચ રનની પેનલ્ટી

જાડેજા પ્રથમ દિવસે વિકેટની સામે દોડ્યો હતો. હવે અશ્વિન પણ સિંગલ લેવા માટે વિકેટની બરાબર સામે દોડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતને પાંચ રનની પેનલ્ટી મળી હતી. મતલબ કે ઈંગ્લેન્ડને પાંચ રન મળ્યા છે. ભારતનો સ્કોર હવે સાત વિકેટે 359 રન છે. અશ્વિન 18 રને અને જુરેલ 10 રને રમી રહ્યો છે.

IND vs ENG 3rd Test Day 2 Live Score:રવિન્દ્ર જાડેજા 112 રન બનાવીને આઉટ

જો રૂટે ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો આપ્યો છે.  રવિન્દ્ર જાડેજા 112 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આજે ભારતે માત્ર પાંચ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.





IND vs ENG 3rd Test Day 2 Live Score: ભારતે ગુમાવી છઠ્ઠી વિકેટ

જેમ્સ એન્ડરસને બીજા દિવસની ચોથી ઓવરમાં ઈંગ્લેન્ડને છઠ્ઠી સફળતા અપાવી હતી. ભારતે 331 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. કુલદીપ યાદવ ચાર રન બનાવીને આઉટ થયો હતો. 

બ્રેકગ્રાઉન્ડ

India vs England 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડિયાના નામે રહ્યો હતો. માત્ર 33 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી હતી અને પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 5 વિકેટે 326 રન કરી લીધા હતા. પ્રથમ દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 110 અને કુલદીપ યાદવ 1 રન પર અણનમ પરત ફર્યા હતા.


ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 131 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે 14 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. રોહિત અને જાડેજાએ ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી હતી. રોહિતના આઉટ થયા બાદ સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટમાં 62 રનની યાદગાર ઇનિંગ રમી હતી.


સરફરાઝ અને જાડેજા વચ્ચે 77 રનની ભાગીદારી થઈ હતી. જાડેજાની ભૂલને કારણે સરફરાઝ ડેબ્યૂમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તે 62 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જાડેજાએ અત્યાર સુધી પોતાની ઈનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી છે. જોકે, યશસ્વી જયસ્વાલ 10, શુભમન ગિલ 00 અને રજત પાટીદાર 05ના બેટ કામ કરી શક્યા ન હતા.


ઈંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર માર્ક વૂડે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર ​​ટોમ હાર્ટલીએ એક વિકેટ લીધી હતી. આ સિવાય અન્ય કોઈ બોલરને સફળતા મળી નથી.


રોહિતે તેની 11મી સદી ફટકારી હતી


રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે તેની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી ફટકારી હતી. ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે 15માં સ્થાને આવી ગયો છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ સદી ફટકારી છે. તેની છેલ્લી ટેસ્ટ સદી જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે આવી હતી.


રવિન્દ્ર જાડેજાએ ચોથી સદી ફટકારી હતી


રાજકોટમાં ફટકારેલી સદી રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ ક્રિકેટમાં ચોથી સદી છે. જાડેજાએ રણજી ટ્રોફીમાં આ મેદાન પર ત્રેવડી સદી ફટકારી હતી. આ સાથે જ જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 3000થી વધુ રન અને 200થી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બની ગયો છે.                                                     

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.