IND v ENG 3rd Test Match : ટીમ ઈન્ડિયાના નામે રહ્યો ડે-નાઈટ ટેસ્ટનો પ્રથમ દિવસ, રમત પૂરી થાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 99/3

India vs England Pink Ball Test: અત્યાર સુધીમાં ભારત પિંક બોલ ટેસ્ટથી માત્ર બે ટેસ્ટ મેચ રમી છ. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ પિંક બોલ ટેસ્ટ હતી. જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં બાંગ્લાદેશ સામે રમેલી ડે નાઇટ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો.

Advertisement

abpasmita.in Last Updated: 24 Feb 2021 10:17 PM

પ્રથમ દિવસની રમત પુરી થાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટના નુકસાન પર 99 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 57 રન અને રહાણે 1 રન પર અણનમ રહ્યાં. કોહલી 27 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી જેક લિચે બે વિકેટ અને આર્ચરે એક વિકેટ ઝડપી.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ  અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેડિયમને ખુલ્લું મુકશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ સહિત બીસીસીઆઈ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ કોવિંદ ત્રણ વાગ્યા સુધી મેચ નિહાળશે અને ત્યાંથી સીધા અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે. 3.30 વાગ્યે એરપોર્ટથી દિલ્હી માટે રવાના થશે.

પિંક બોલ ટેસ્ટમાં કેવો છે ભારતનો દેખાવ

અત્યાર સુધીમાં ભારત પિંક બોલ ટેસ્ટથી માત્ર બે ટેસ્ટ મેચ રમી છ. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ પિંક બોલ ટેસ્ટ હતી. જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 2019માં બાંગ્લાદેશ સામે રમેલી ડે નાઇટ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો.

સીરિઝ 1-1થી બરાબર

હાલ ચાર ટેસ્ટ મેચની સીરિઝ 1-1થી બરાબર છે. તેથી બંને ટીમો ડે નાઇટ ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં લીડ લેવા માંગશે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 227 રનથી વિજય થયો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 317 રનથી હરાવી શ્રેણી સરભર કરી હતી.

કેટલા વાગે શરૂ થશે મેચ

ભારતીય સમય મુજબ બપોરે 2.30 કલાકે મેચ શરૂ થશે. 2.00 કલાકે ટોસ થશે. ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે.

અંતિમ બે ટેસ્ટ માટે જાહેર થયેલી ભારતીય ટીમ

કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુબમન ગીલ, ચેતેશ્વર પૂજારા, અજિન્ક્યા રહાણે (વાઇસ કેપ્ટન), કે.એલ. રાહુલ, હાર્દિક પંડયા, રિષભ પંત (વિકેટ કિપર), રીધ્ધીમાન સહા (વિકેટ કિપર), આર અશ્વિન, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.