- Home
-
રમત ગમત
-
ક્રિકેટ
India vs England, 4th Test: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારતના એક વિકેટે 24 રન, ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિગમાં 205 રન
India vs England, 4th Test: પ્રથમ દિવસની રમત પૂર્ણ, ભારતના એક વિકેટે 24 રન, ઇંગ્લેન્ડના પ્રથમ ઇનિગમાં 205 રન
India vs England 4th Test Day 1 Update: અમદાવાદ નવનિર્મિત સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
abpasmita.in
Last Updated:
04 Mar 2021 05:08 PM
પ્રથમ દિવસ રમત પૂર્ણ, દિવસના અંત સુધીમાં ભારતીય ટીમ એક વિકેટે 24 રન બનાવી શકી હતી. રોહિત શર્મા 8 રન અને ચેતેશ્વર પુજારા 15 રને રમતમાં છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમે 10 વિકેટ ગુમાવીને 205 બનાવ્યા છે, જ્યારે ટેસ્ટમાં પોતાની પ્રથમ ઇનિંગની રમત રમવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. જેમ્સ એન્ડરસને શુભમન ગીલને શૂન્ય રને આઉટ કરી દીધો હતો. આ પછી રોહિત શર્મા અને પુજારાએ ધીમી રમત રમીને પ્રથમ દિવસની રમત પૂર્ણ કરી હતી.
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી છે. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે. ટીમ ઇન્ડિયા 7 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 7 રન બનાવી શકી છે.
ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ શરૂ થઇ ગઇ છે, શુભમન ગીલને જેમ્સ એન્ડરસને શૂન્ય રને પેવેલિયન મોકલી દીધો છે.
મોટેરાની પીચ પર ફરી એકવાર સ્પીનરોનો દબદબો જોવા મળ્યો, અક્ષર પટેલે 4 વિકેટ જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. સાથે વૉશિંગટન સુંદરે પણ 1 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગયુ હતુ.
પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન ઓલરાઉન્ડર 55 રન અને ડેનિયલ લૉવરેન્સે 46 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓલી પૉપ 29 અને બેયરસ્ટૉએ 28 રનની ઇનિંગ રમી હતી.
ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવી શકી છે, ભારતીય ફિરકી બૉલરો સામે ફરી એકવાર ઇંગ્લેન્ડની ટીમ ફ્લૉપ સાબિત થઇ છે. મોટેરાના મેદાન પર ભારતીય બૉલરોએ તરખાટ મચાવતા અક્ષરે 4, અશ્વિને 3, સિરાજે 4, વૉશિંગટન સુંદરે 1 વિકેટ ઝડપી છે.
ભારતીય ટીમે ફરી એકવાર શાનદાર બૉલિંગ અને ફિલ્ડિંગનુ પ્રદર્શન કર્યુ છે, ભારત તરફથી સ્પીનરોએ તરખાટ મચાવ્યો છે. અક્ષર પટેલે 4 વિકેટ, અશ્વિને 2 વિકેટ અને વૉશિંગટન સુંદરે 1 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ફાસ્ટ બૉલર સિરાજ 2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે.
ઇંગ્લેન્ડનો ફરી એકવાર મોટેરાની પીચ પર ધબડકો જોવા મળી રહ્યો છે. ચોથી ટેસ્ટમાં પણ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમ ફ્લૉપ સાબિત થઇ છે. હાલના સ્કૉર પ્રમાણે 189 રને 9 વિકેટો પડી ગઇ છે.
61.3 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 166 રન છે. ઓલી પોપે 28 રન બનાવી અશ્વિનની ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. આઉટ થતાં પહેલા તે ડેનિયલ સાથે છઠ્ઠી વિકેટ માટે 45 રન ઉમેરી ચુક્યો હતો. ડેનિયલ લોરેન્સ 29 રને રમતમાં છે.
ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવી શકી છે, ભારતીય ફિરકી બૉલરો સામે ફરી એકવાર ઇંગ્લેન્ડની ટીમ ફ્લૉપ સાબિત થઇ છે. મોટેરાના મેદાન પર ભારતીય બૉલરોએ તરખાટ મચાવતા અક્ષરે 4, અશ્વિને 3, સિરાજે 4, વૉશિંગટન સુંદરે 1 વિકેટ ઝડપી છે.
60 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 166 રન છે. ઓલી પોપે 28 અને ડેનિયલ લોરેન્સ 29 રને રમતમાં છે. બંને ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે. છઠ્ઠી વિકેટ માટે બંને 45 રનની ભાગીદારી કરી ચુક્યા છે.
58 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 154 રન છે. ઓલી પોપે 23 અને ડેનિયલ લોરેન્સ 23 રને રમતમાં છે.
પ્રથમ દિવસે ટી બ્રેક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 144 રન છે. લંચથી ટી બ્રેક સુધીની રમતમાં ઈંગ્લેન્ડે બેન સ્ટોક્સ (55 રન) અને જોની બેયરસ્ટો (28 રન)ની કિંમતી વિકેટ ગુમાવી હતી. હાલ ઓલી પોપે 21 અને ડેનિયલ લોરેન્સ 15 રને રમતમાં છે.
54 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 136 રન છે. ઓલી પોપે 19 અને ડેનિયલ લોરેન્સ 10 રને રમતમાં છે.
48 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 121 રન છે. ભારત માટે જોખમી બની રહેલો બેન સ્ટોક્સ વોશિંગ્ટન સુંદરની ઓવરમાં 55 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. ઓલી પોપે 14 અને ડેનિયરલ લોરેન્સ 1 રને રમતમાં છે.
40 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 101 રન છે. બેન સ્ટોક્સ 40 અને ઓલી પોપે 9 રને રમતમાં છે.
33 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 87 રન છે. બેન સ્ટોક્સ 33 અને ઓલી પોપે 3 રને રમતમાં છે.
લંચ પછીની ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર જ સિરાજે ભારતનો ચોથી સફળતા અપાવી હતી. બેયરસ્ટો 28 રન બનાવી સિરાજની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. 29 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 78 રન છે. સ્ટોકસ 28 અને ઓલી પોપ 0 રને રમતમાં છે.
ચોથી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે લંચ સુધીમાં 3 વિકેટના નુકસાન પર 74 રન બનાવી લીધા છે. સ્ટોકસ 24 અને બેયરસ્ટો 28 રન બનાવી રમતમાં છે.
21 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 72 રન છે. રૂટની વિકેટ પડ્યા બાદ જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સ સંભાળીને બેટિંગ કરી રહ્યા છે. બેયરસ્ટો 27 અને સ્ટોકસ 23 રને રમતમાં છે.
19 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 61 રન છે. રૂટની વિકેટ પડ્યા બાદ જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સ સંભાળીને બેટિંગ કરી રહ્યા છે. બેયરસ્ટો 22 અને સ્ટોકસ 17 રને રમતમાં છે.
12.1 ઓવર પર ભારતને મોટી સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને 5 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કરાવી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ઈંગ્લેન્ડનો સ્કોર 30 રન પર 3 વિકેટ છે.
10 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 22 રન છે. જો રૂટ 1 અને બેયરસ્ટો 6 રને રમતમાં છે.
8મી ઓવરના પાંચમા બોલ પર અક્ષર પટેલે ભારતને બીજી સફળતા અપાવી હતી. જેક ક્રાઉલી 9 રન બનાવી સિરાજના હાથે કેચ આઉટ થયો હતો. ઈંગ્લેન્ડના બંને ઓપનરો 15 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઈ ગયા છે. હાલ રૂટ અને બેયરસ્ટો રમતમાં છે.
ત્રીજી ટેસ્ટ મેચના હીરો અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પણ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. અક્ષરે 2 રનના અંગત સ્કોર પર સિબ્લીને બોલ્ડ કર્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર હાલ 5.2 ઓવરે 10 રન પર 1 વિકેટ છે.
ત્રીજી ટેસ્ટ મેચના હીરો અક્ષર પટેલે ચોથી ટેસ્ટમાં પણ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. અક્ષરે 2 રનના અંગત સ્કોર પર સિબ્લીને બોલ્ડ કર્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર હાલ 5.2 ઓવરે 10 રન પર 1 વિકેટ છે.
2 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટે 6 રન છે. સિબ્લી બે રને રમી રહ્યો છે, ક્રાઉલીએ ખાતું ખોલાવ્યું નથી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બીજા જ બોલ પર રિવ્યૂ લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. કોહલીનો આ નિર્ણય પાછળથી મુશ્કેલી સર્જી શકે છે.
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડની ટીમે સંતુલિત ટીમ ઉતારી છે. ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 3 સ્પીનર્સ, એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, એક પેસર અને 6 સ્પેશિયલ બેટ્સમેન સાથે મેદાનમાં ઉતર્યુ છે.
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડની ટીમે સંતુલિત ટીમ ઉતારી છે. ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 3 સ્પીનર્સ, એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, એક પેસર અને 6 સ્પેશિયલ બેટ્સમેન સાથે મેદાનમાં ઉતર્યુ છે.
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડની ટીમે સંતુલિત ટીમ ઉતારી છે. ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 3 સ્પીનર્સ, એક ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, એક પેસર અને 6 સ્પેશિયલ બેટ્સમેન સાથે મેદાનમાં ઉતર્યુ છે.
ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉમેશ યાદવનો સમાવેશ થયો નથી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ઈંગ્લેન્ડ કેપ્ટન સતત બીજી વખત આ સ્ટેડિયમમાં ટોસ જીત્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ઈંગ્લેન્ડ કેપ્ટન સતત બીજી વખત આ સ્ટેડિયમમાં ટોસ જીત્યો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ચોથી ટેસ્ટને લઈ બંને ટીમો હોટલ પરથી રવાના થઈ ગઈ છે. થોડીવારમાં બંને ટીમો સ્ટેડિયમમાં પહોંચશે. હોટલથી સ્ટેડિયમના રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત સીરિઝમાં 2-1થી આગળ છે. ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં હાલ ભારત 2-1થી આગળ છે. અમદાવાદ નવનિર્મિત સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી અને ભારતનો 10 વિકેટથી વિજય થયો હતો. જે બાદ પીચની ક્વોલિટીને લઈ સવાલ ઉઠ્યા હતા. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા ચોથી ટેસ્ટ ડ્રો કરવી જરૂરી છે. જો ભારત હારશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પર અસર પડશે. ભારત હારે તો કાંગારુંની બીજા ફાઇનલિસ્ટ તરીકે એન્ટ્રી થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપરાંત પીચ કેવી રહેશે તેના પર પણ તમામની નજર રહેશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય મુજબ સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે. 9.00 કલાકે ટોસ થશે. ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે.
બુમરાહની ગેરહાજરી
બુમરાહ નહીં રમવાના કારણે ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજની વાપસીની સંભાવના વધી ગઈ છે. બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો ત્યારે સિરાજ પ્લેઇંગ ઇલેવનમાં હતો. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં તેણે ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
ઉમેશ યાદવ પણ ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે. ઘરેલુ મેદાન પર તેનો શાનદાર દેખાવ છે. આ સિવાય જો હાર્દિક પંડ્યા 8 થી 10 ઓવરના સ્પેલ માટે તૈયાર હશે તો તેને પણ મોકો આપવામાં આવી શકે છે. હાર્દિક ટીમમાં આવવાથી બેટિંગ ઓર્ડર મજબૂત બનશે.