કેવો રહ્યો બીજો દિવસ
ભારતીય ટીમે બીજા દિવસે 94 ઓવર રમીને 7 વિકેટના નુકશાન પર 294 રન બનાવ્યા હતા. બીજા દિવસે ભારત તરફથી ઋષભ પંતે ધમાકેદાર સદી (101 રન) અને વૉશિંગટન સુંદરે શાનદાર અડધી સદી (60 રન) બનાવ્યા હતા. રોહિત શર્માએ શરૂઆતમાં લડાયક ઇનિંગ રમીને 49 રનનુ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. બીજા દિવસના અંતે ભારતે ઇંગ્લેન્ડ પર 89 રનની લીડ લીધી હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન