India vs England 4th Test Live Updates: ભારતે ઇગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પાંચ વિકેટથી જીતી, ગિલ અને ધ્રુવ ઝળક્યા

India vs England 4th Test Live Updates: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે

gujarati.abplive.com Last Updated: 26 Feb 2024 01:48 PM
IND vs ENG 4th Test Highlights: ભારતે ચોથી ટેસ્ટ 5 વિકેટે જીતી લીધી

ટીમ ઈન્ડિયાએ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની શ્રેણી પણ 3-1થી જીતી લીધી છે. ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જોકે, એક સમયે ભારતે માત્ર 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે 77 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ગિલ 52 અને જુરેલ 39 રને અણનમ પરત ફર્યા હતા.





IND vs ENG 4th Test Live Score: ગિલ અને જુરેલ વચ્ચે અડધી સદીની ભાગીદારી

ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 172 રન થઈ ગયો છે. શુભમન ગિલ 39 રને અને ધ્રુવ જુરેલ 32 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 52 રનની ભાગીદારી થઈ છે. ભારતને હવે જીતવા માટે માત્ર 20 રનની જરૂર છે.


 

IND vs ENG 4th Test Live Score: શોએબ બશીરે બે બોલમાં બે વિકેટ લીધી

શોએબ બશીરે મેચની બાજી પલટી હતી. બશીરે બે બોલમાં બે વિકેટ લીધી હતી. પહેલા તેણે રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યો અને પછી સરફરાઝ ખાનને આઉટ કર્યો. ભારતે 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.

IND vs ENG 4th Test Live Score: જાડેજા આઉટ

ટીમ ઈન્ડિયાએ 120 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજા 33 બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. શોએબ બશીરે તેને જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ભારતને જીતવા માટે હજુ 72 રનની જરૂર છે.

IND vs ENG 4th Test Live Score:લંચ સુધી ભારતનો સ્કોર 3 વિકેટે 118 રન છે

રાંચી ટેસ્ટના ચોથા દિવસે લંચ સુધી ભારતનો સ્કોર 3 વિકેટે 118 રન છે. ભારત તરફથી શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. શુભમન ગિલ 18 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે રવિન્દ્ર જાડેજા 3 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 18 રનની ભાગીદારી છે.





IND vs ENG 4th Test Live Score: રજત પાટીદાર શૂન્ય પર આઉટ

ટીમ ઈન્ડિયાની ત્રીજી વિકેટ 100 રન પર પડી છે. રજત પાટીદાર શૂન્ય પર આઉટ થયો હતો. તે શોએબ બશીરના હાથે કેચ આઉટ થયો હતો. હવે રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ ક્રિઝ પર છે. ભારતને જીતવા માટે હજુ 92 રનની જરૂર છે.





IND vs ENG 4th Test Live Score:ભારતની બીજી વિકેટ પડી

ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ 99 રન પર પડી હતી.  રોહિત શર્મા 55 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત ટોમ હાર્ટલીના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. ભારતને જીતવા માટે હજુ 93 રનની જરૂર છે.





યશસ્વી જયસ્વાલ આઉટ

ટીમ ઈન્ડિયાએ 84 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે. યશસ્વી જયસ્વાલ 44 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 37 રન કરીને આઉટ થયો હતો. જો રૂટે તેને પેવેલિયન મોકલ્યો હતો. જેમ્સ એન્ડરસને જયસ્વાલનો શાનદાર કેચ પકડ્યો હતો.





IND vs ENG 4th Test Live Score: શોએબ બશીરની ઓવરમાં આવ્યા 11 રન

શોએબ બશીરની ઓવરમાં 11 રન આવ્યા હતા. રોહિત શર્માએ ત્રણ જ્યારે જયસ્વાલે બે ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમનો સ્કોર હવે વિના વિકેટે 82 રન છે. રોહિત શર્મા 45 અને યશસ્વી જયસ્વાલ 37 રને રમી રહ્યા છે.

IND vs ENG 4th Test Live Score: ચોથા દિવસની રમત શરૂ

ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરમાં કોઈ રન નહોતા આવ્યા. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે. ભારતીય ટીમને જીતવા માટે વધુ 152 રન બનાવવા પડશે.

બ્રેકગ્રાઉન્ડ

India vs England 4th Test Live Updates:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે આ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત દેખાઈ રહી છે.  આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે કોઈપણ નુકસાન વિના 40 રન બનાવી લીધા હતા. આવી સ્થિતિમાં આજે રોહિત બ્રિગેડને જીતવા માટે વધુ 152 રન બનાવવાના છે, જ્યારે તેની તમામ 10 વિકેટ બાકી છે.


ત્રીજા દિવસના અંતે રોહિત શર્મા 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને અણનમ અને યશસ્વી જયસ્વાલ 21 બોલમાં એક ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. બંનેએ શોએબ બશીર, ટોમ હાર્ટલી અને જો રૂટની ત્રિપુટી સામે સરળતાથી રન બનાવ્યા હતા.


બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માત્ર 145 રનમાં સમેટાયું


પ્રથમ દાવમાં 353 રન બનાવનારી ઈંગ્લિશ ટીમ બીજી ઈનિંગમાં માત્ર 145 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ઓપનર જેક ક્રાઉલે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. ક્રાઉલે તેની ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 110 રન હતો. ક્રાઉલી અને બેયરસ્ટો આસાનીથી રન બનાવી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ કુલદીપ યાદવે ક્રોલીને આઉટ કરીને મેચની બાજી પલટી હતી. ઈંગ્લેન્ડે છેલ્લી સાત વિકેટ માત્ર 35 રનમાં ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગમાં જો રૂટ 11, બેન સ્ટોક્સ 04, બેન ફોક્સ 17 અને બેન ડકેટ માત્ર 15 રન બનાવી શક્યા હતા. ઈંગ્લેન્ડના છ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.


અશ્વિન અને કુલદીપની શાનદાર બોલિંગ


બીજી ઇનિંગમાં ભારત માટે સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડની તમામ 10 વિકેટ સ્પિનરોએ લીધી હતી. અશ્વિને 51 રન આપીને પાંચ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે કુલદીપ યાદવે 22 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. આ પહેલા પ્રથમ દાવમાં ધ્રુવ જુરેલે 90 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 307 રન બનાવી શકી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.