લંચ સમયે ઈંગ્લેન્ડનો સ્કરો વિના વિકેટ 6 રન છે. તેઓ બીજી ઈનિંગમાં હજુ ભારતથી 154 રન પાછળ છે. સિબ્લી 1 અને ક્રાઉલી 5 રને રમતમાં છે. લંચ સેશનના અંતિમ બોલ પર મોહમ્મદ સિરાજ ઘાયલ થયો હતો. તે દર્દથી કણસતો જોવા મળ્યો હતો. તેના હાથના અંગુઠામાં ઈજા થઈ હતી.
ઈગ્લેન્ડના પ્રથમ ઈનિંગમા 205 રનના જવાબમાં ભારતે 365 રન બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 101 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, વી. સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની ટીમ: ડોમ સિબલે, ઝેક ક્રોલે, જોની બેરસ્ટો, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમ બેસ, જેક લિચ, જેમ્સ એન્ડરસન