India vs England Test 2022 live: ફરી એકવાર વરસાદના કારણે મેચ અટકી, મેદાન બહાર ગયા ખેલાડીઓ

IND vs ENG, 5th Test Day 2: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 338 રન બનાવ્યા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Jul 2022 08:19 PM
બુમરાહે ઈંગ્લેન્ડની ટીમે ત્રીજો ઝટકો આપ્યો

બુમરાહે ઈંગ્લેન્ડની ટીમે ત્રીજો ઝટકો આપ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા છે.  હાલમાં રુટ 18 રન બનાવીને રમતમાં છે. બેયરસ્ટો પણ મેદાનમાં છે. 

બુમરાહે બ્રોડને અપાવી 2007ના ટી-20 વર્લ્ડકપની યાદ

બુમરાહ હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેણે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકારીને 2007ના ટી-20 વર્લ્ડકપની યાદ અપાવી હતી. તે વખતે યુવરાજ સિંહે છ બોલમાં છ સિક્સ મારી હતી.





ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો

3 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 16 રન છે. કેપ્ટન જસપ્રીત બુમરાહે લીસને 6 રન પર બોલ્ડ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હાલ વરસાદના કારણે રમત અટકાવવામાં આવી છે.

ભારત 416 રનમાં ઓલઆઉટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસ ભારત 416 રન બનાવી ઓલઆઉટ થયું છે. જાડેજાએ 104, પંતે 146 રન બનાવ્યા હતા. બુમરાહે બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકારી વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. 





ભારત 400 રનને પાર

બુમરાહે બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકાર્યા હતા. જે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ક્રિકેટર દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ રન છે.

રવિંદ્ર જાડેજા 104 રન બનાવીને આઉટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 82.4 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 376 રન બનાવી લીધા છે. રવિંદ્ર જાડેજા 104 રન બનાવીને આઉટ થયો છે. 

જાડેજાની સદી

પંત બાદ જાડેજાએ પણ સદી ફટકારી છે. ભારતના બે ડાબોડી બેટ્સમેને ટેસ્ટની એક જ ઈનિંગમાં સદી ફટકારી હોય તેવી ત્રીજી ઘટના બની છે. જાડેજા 100 અને શમી 16 રને રમતમાં છે. ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 371 રન છે.

ભારત 350 રનને પાર

77 ઓવરના અંતે ભારતનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 351 રન છે. શમીએ પોટ્સની ઓવરમાં સળંગ બે બોલમાં બે ચોગ્ગા મારી સ્કોર 350 રન પર પહોંચાડ્યો હતો. જાડેજા 87 અને શમી 9 રને રમતમાં છે.

બીજા દિવસની રમત શરૂ

વરસાદી વાતાવરણ વચ્ચે બીજા દિવસની રમત શરૂ થઈ છે. બેન સ્ટોક્સે ઓવરની શરૂઆત કરી. ત્રીજા બોલે જાડેજાએ એક રન લીધો હતો.





પંતની ઈનિંગ પર આઈસીસીએ કરેલું ટ્વિટ

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG, 5th Test: એજબેસ્ટોનમાં બુમરાહની કેપ્ટન્સીમાં ભારત ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ સામે ઉતર્યું હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવ્યો હતો. એન્ડરસને ભારતના બંને ઓપનરો ગિલ (17 રન) અને પુજારા (13 રન)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. માત્ર 46ના સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવતા મીડલ ઓર્ડર પર દબાણ સર્જાયું હતુ. જે બાદ હનુમા વિહાર (20 રન), વિરાટ કોહલી (11 રન), શ્રેયસ ઐયર (15 રન) બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 98 રન થઈ ગયો હતો.


પંત-જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટમાં 222 રનની ભાગીદારી


વિકેટકિપર પંત અને ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડની ભારતને સસ્તામાં આઉટ કરવાની આશા પર પાણી ફેરવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન પંતની કારકિર્દીની પાંચમી સદી (111 બોલમાં 146 રન)  અને જાડેજા (84*) સાથેની તેની પાંચમી વિકેટની 222 રનની ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં  7 વિકેટે 338 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3, પોટ્ટસે 2 તથા કેપ્ટન સ્ટોક્સે 1 વિકેટ લીધી હતી.


બંને ટીમો આ પ્રમાણે છે


ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.


ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન) એલેક્સ લીઝ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો,  સૈમ વિલિંગ્સ, મેથ્યૂ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.