India vs England, 4th Test: ભારતની એક ઈનિંગ અને 25 રનથી જીત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા
ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, ભારત તરફથી અક્ષરે 4 અને અશ્વિને 3 વિકેટ ઝડપી હતી
abpasmita.inLast Updated: 06 Mar 2021 04:05 PM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ માટે બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત દરમિયાન 12 ઓવર રમીને એક વિકેટે 24 રન કર્યા...More
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ માટે બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત દરમિયાન 12 ઓવર રમીને એક વિકેટે 24 રન કર્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને પુજારા ક્રિઝ પર હતા.અત્યારે ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે. રોહિત 8 રને અને પુજારા 15 રને રમતમાં છે.
ભારતની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ્સ અને 25 રનથી જીત મેળવી લીધી છે. આ સાથે ભારત 3-1થી સીરિઝ જીતવામાં સફળ રહ્યું છે. આ જીત સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે. ફાઈનલમાં ભારત ન્યુઝીલેન્ડ સાથે ટકરાશે. . ...
ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 135 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે આ મેચમાં 9 વિકેટ અને અશ્વિને 8 વિકેટ લીધી હતી. જ્યારે ભારત તરફથી ઋષભ પંતે સદી નોંધાવી હતી.
25 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 65 રન છે. જો રૂટ 30 રન રમતમાં છે. ઓલી પોપે 15 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. અક્ષરે ત્રીજી વિકેટ ઝડપી હતી.
25 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 65 રન છે. જો રૂટ 30 રન રમતમાં છે. ઓલી પોપે 15 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. અક્ષરે ત્રીજી વિકેટ ઝડપી હતી.
9 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 19 રન છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 7 અને સિબ્લી 3 રને રમતમાં છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ 141 રન પાછળ છે.
5 ઓવરના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 11 રન છે. રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં જેક ક્રાઉલી અને બેયરસ્ટોને આઉટ કરતાં ઈંગ્લેન્ડની ટીમમાં સોપો પડી ગયો હતો. હાલ રૂટ 1 અને સિબ્લી 1 રને રમતમાં છે. ઈંગ્લેન્ડની ટીમ હજુ 149 રન પાછળ છે.
લંચ સમયે ઈંગ્લેન્ડનો સ્કોર વિના વિકેટ 6 રન છે. તેઓ બીજી ઈનિંગમાં હજુ ભારતથી 154 રન પાછળ છે. સિબ્લી 1 અને ક્રાઉલી 5 રને રમતમાં છે. લંચ સેશનના અંતિમ બોલ પર મોહમ્મદ સિરાજ ઘાયલ થયો હતો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 365 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે ઈંગ્લેન્ડ પર 160 રનની લીડ લીધી છે. વોશિંગ્ટન સુંદર 96 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. અક્ષર પટેલ 43 રન બનાવી રન આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 4 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસનને 3 અને જેક લિચને 2 સફળતા મળી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા દિવસની રમત 9.30 કલાકે શરૂ થશે. ભારતની નજર શક્ય તેટલી વધારે લીડ પર રહેશે. બીજા દિવસના અંતે ભારતે ઈંગ્લેન્ડ પર 89 રનની લીડ લીધી હતી.
ચોથી ટેસ્ટ માટે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય ટીમે આખા દિવસની બેટિંગ દરમિયાન 94 ઓવર રમીને 7 વિકેટના નુકશાને 294 રન બનાવ્યા છે. બીજા દિવસે ભારત તરફથી ઋષભ પંતે ધમાકેદાર સદી (101 રન) અને વૉશિંગટન સુંદરે શાનદાર અડધીસદી (60 રન) બનાવ્યા હતા. રોહિત શર્માએ શરૂઆતમાં લડાયક ઇનિંગ રમીને 49 રનનુ મહત્વનુ યોગદાન આપ્યુ હતુ.
90 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 7 વિકેટ 290 રને પહોંચ્યો છે. વૉશિંગટન સુંદર 57 રન અને અક્ષર પટેલ 10 રને ક્રિઝ પર છે. ભારતે ઇંગ્લેન્ડ પર 85 રનની લીડ મેળવી લીધી છે.
પંતની ધમાકેદાર સદી બાદ વૉશિગટન સુંદરે દમદાર ફિફ્ટી ફટકારી છે, સુંદરે 97 બૉલમાં 7 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા, આ સાથે જ ભારતીય ટીમે ઇંગ્લેન્ડ પર 70 રનની લીડ બનાવી લીધી છે. ટીમનો સ્કૉર 276/7
સદી ફટકાર્યા બાદ ઋષભ પંત જેમ્સ એન્ડરસનના બૉલ પર આઉટ થઇ ગયો, પંતે 101 રન બનાવીને ટીમ ઇન્ડિયાને મજબૂતાઇ આપી હતી. જેમ્સ એન્ડરસને પંતને સદી બાદ બીજા જ બૉલ પર રૂટનાં હાથમાં ઝીલાવી દીધો. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 259/7
ઋષભ પંતની ફરી એકવાર તાબડતોડ બેટિંગ જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા 250 રનને પાર પહોંચી ચૂકી છે. 83 ઓવર બાદ ભારતનો સ્કૉર 6 વિકેટે 252 રન છે, પંત 94 રન અને સુંદર 40 રન કરીને ક્રિઝ પર છે.
ઋષભ પંત અને વૉશિંગટન સુંદરે લડાયક બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાને મજબૂતાઇ આપી છે. સાતમી વિકેટમાં 50 રનથી વધુની ભાગીદારી કરી દીધી છે. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 78 ઓવરમાં 6 વિકેટે 207 રન પહોંચ્યો છે. ઋષભ પંત 65 રન અને વૉશિંગટન સુંદર 25 રને ક્રિઝ પર છે
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ફરી એકવાર ફ્લૉપ સાબિત થઇ રહી છે. ટીમ ઇન્ડિયા 5 વિકેટ ગુમાવીને 50 ઓવરના અંતે 121 રન પર પહોંચી છે. ઋષભ પંત 20 રન અને અશ્વિન 0 રને ક્રિઝ પર છે.
મુશ્કેલીમાં આવી ગયેલી ભારતીય ટીમને રોહિત શર્માએ લડાયક બેટિંગ કરીને ટકાવી રાખી છે. ઉપરાછાપરી પડી રહેલી વિકેટોની વચ્ચે રોહિત અને પંતે ટીમને મજબૂતાઇ આપી છે, હાલ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 4 વિકેટે 100 રનને પાર પહોંચી ગયો છે.
લંચ બાદ ટીમ ઇન્ડિયાની બેટિંગ શરૂ થઇ ચૂકી છે. રહાણેના આઉટ થયા બાદ રોહિતની સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો છે. ટીમનો સ્કૉર 80/4
ટીમ ઇન્ડિયાની મુશ્કેલી વધી, લંચ બ્રેક સુધી ભારતીય ટીમ 4 વિકેટ ગુમાવીને 80 રન બનાવી શકી છે. રોહિત શર્મા એકમાત્ર બેટ્સમેન મોટેરાની પીચ પર ટકી શક્યો છે, રોહિત હાલ 32 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે, કેપ્ટન કોહલી બાદ હવે ઉપ કેપ્ટન રહાણે પણ આઉટ થઇ ગયો છે. જેમ્સ એન્ડરસને રહાણેને 27 રનના અંગત સ્કૉર પર સ્ટૉક્સના હાથમાં ઝીલાવી દીધો. ભારતનો સ્કૉર 37.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 80 રન છે.
મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય ટીમને રોહિતે એક છેડેથી મજબૂત સ્ટેન્ડ આપ્યુ છે. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 50 રનને પાર થઇ ચૂક્યો છે. 34 ઓવરમાં ભારતીય ટીમનો સ્કૉર 3 વિકેટે 66 રન પર પહોંચ્યો છે. અત્યારે રોહિત શર્મા 27 રન અને અજિંક્યે રહાણે 18 રન બનાવીને ક્રિઝ પર છે.
ચોથા દિવસની રમતનો બીજો દિવસ શરૂ થઇ ગયો છે, ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા હાલ ક્રિઝ પર છે. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન બૉલિંગ કરી રહ્યો છે. અત્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડથી 181 રન પાછળ છે.
ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે, જ્યારે આ ચોથી અને અંતિમ ટેસ્ટ મોટેરાના મેદાનમાં રમાઇ રહી છે. આ ટેસ્ટ ભારત માટે કરો યા મરો જેવી છે, જો ઇંગ્લેન્ડ આ ટેસ્ટ જીતે છે તો ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રેસમાં બહાર થઇ જશે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ માટે બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત દરમિયાન 12 ઓવર રમીને એક વિકેટે 24 રન કર્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને પુજારા ક્રિઝ પર હતા.