ચેન્નાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 5મી ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે. આ સીરીઝમાં બીજી ટેસ્ટ મેચમાં લગભગ 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. આર્ચર સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા આવે તે માનવા તૈયાર નથી.

સીરીઝની પહેલી બે ટેસ્ટ મેચો દર્શકો વિના રમાવવાની હતી, જેના પર ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સમર્થન કર્યુ હતુ. કૉવિડ-19ના કારણે છેલ્લા કેટલાય સમયથી સ્ટેડિયમમાં દર્શકોની અવરજવર પર પ્રતિબંધ લાગવી દેવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે તામિલનાડુ ક્રિકેટ સંઘે બીજી ટેસ્ટ માટે અહીં ચેપક મેદાન પર 50 ટકા દર્શકોને આવવાની અનુમતિ આપવાનો ફેંસોલ કર્યો છે.



જોફ્રા આર્ચરને જ્યારે આ વિશે પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- જ્યાં સુધી એવુ નહીં થાય, મને વિશ્વાસ નહીં થાય. છેલ્લા આઠ મહિના ખુબ મુશ્કેલીભર્યા રહ્યાં છે, અને અમને માત્ર દર્શકો મેદાનમાં આવશે એવા વાયદા જ કરાયા છે પરંતુ કંઇ થયુ નથી. એટલા માટે જ્યાં સુધી હુ દર્શકોને સ્ટેડિયમમાં નહીં જોઉં ત્યાં સુધી મને વિશ્વાસ નહીં આવે.

નોંધનીય છે કે ઇંગ્લેન્ડે ગયા વર્ષે કૉવિડ મહામારી દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝ દર્શકો વિના રમી છે. આ કારણે જોફ્રા આર્ચર સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા આવશે તેના પર વિશ્વાસ નથી આવતો.