IND vs ENG 3rd Test Day 4: ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે જ ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, એક ઇનિંગ અને 76 રનથી ઇગ્લેન્ડનો ભવ્ય વિજય
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લીડ્સ ખાતે રમાઇ રહી છે.
ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો શરમજનક પરાજય થયો હતો. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાની એક ઇનિંગ અને 76 રનથી હાર થઇ હતી. ઇગ્લેન્ડે જીત સાથે સીરિઝમાં 1-1ની બરોબરી કરી લીધી હતી. ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં 278 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી પૂજારાએ સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. ઇગ્લેન્ડના રોબિન્સને મેચમાં 5 વિકેટ ઝડપી હતી. (ફોટો-આઇસીસી ટ્વિટર પેજ )
ત્રીજી ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડ જીતથી બે વિકેટ દૂર છે. ભારતે 276 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ઇન્ડિયા હજુ પણ 78 રન દૂર છે. ટીમ ઇન્ડિયાએ આજે બે વિકેટે 215 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ 239 રન આવતા આવતા છ વિકેટ ગુમાવી દીધી હતી. 24 રન બનાવવામાં ટીમે પૂજારા, કોહલી, રહાણે અને પંતની વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત પર એક ઇનિંગથી હારનો ખતરો મંડરાઇ રહયો છે. ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 247 રન બનાવી લીધા છે. મોહમ્મદ શમ્મી અને જાડેજા ક્રિઝ પર છે. ભારત હજુ પણ ઇગ્લેન્ડથી 107 રન પાછળ છે.
વાઇસ કેપ્ટન રહાણેનું ખરાબ ફોર્મ યથાવત છે. તે 10 રન બનાવી આઉટ થયો હતો. રહાણે એન્ડરસનનો શિકાર બન્યો હતો. 239ના સ્કોર પર ભારતની પાંચમી વિકેટ પડી હતી.
ટીમ ઇન્ડિયાને ચોથો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કોહલી 55 રન બનાવીને આઉટ થયો છે. કોહલીને ઓલી રોબિન્સને સ્લિપમાં રૂટના હાથે કેચ કરાવ્યો હતો. 237ના સ્કોર પર ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી.
ઇગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચની ચોથા દિવસની રમત શરૂ થઇ ગઇ છે. કોહલી અને પૂજારા ક્રિઝ પર છે. બંન્ને વચ્ચે 99 રનની ભાગીદારી થઇ ચૂકી છે. ટીમ ઇન્ડિયા માટે દિવસના પ્રથમ કલાકની રમત મહત્વપૂર્ણ છે.
બ્રેકગ્રાઉન્ડ
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લીડ્સ ખાતે રમાઇ રહી છે. ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત શરૂ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી દિવસની રમતના અંતે બે વિકેટના નુકસાન પર 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા 91 અને વિરાટ કોહલી 45 રને રમતમાં હતા. ભારત હજુ ઇગ્લેન્ડથી 139 રન પાછળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -