અમદાવાદ:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી પાંચ મેચની ટી20 શ્રેણી રમાવાની છે. પ્રથમ ટી20 મેચ શુક્રવારે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી  છે. આ પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહીં મળે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી મેચના એક દિવસ પહેલા આ વાતની જાણકારી આપી હતી.  



વિરાટ કોહલીનું કહેવું છે કે, શિખર ધવનને ત્રીજા ઓપનર તરીકે ટીમમાં સામે કરાયો છે. વિરાટ કોહલીએ કહ્યું, રોહિત શર્મા અને કેએલ રાહુલે ઓપનિંગમાં સારુ પ્રદર્શન કર્યું છે. એવામાં પ્રથમ મુકાબલામાં આ બન્ને ખેલાડીઓ ઓપનિંગની જવાબદારી સંભાળવાનું ચાલુ રાખશે. 


કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે, શિખર ધવનને રિઝર્વ ઓપનર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.  તેમણે કહ્યું, શિખર ધવન સારા ફોર્મમાં છે. પરંતુ હાલમાં તેની ભૂમિકા ત્રીજા ઓપર તરીકે જ છે. તેથી પ્લેઈંગ 11માં તેને પ્રથમ મેચમાં સામેલ કરવામાં નહીં આવે. 
 


વિરાટ કોહલીએ કહ્યું કે, જો રોહિત શર્માને આરામ આપવામાં આવે છે અથવા કેએલ રાહુલ કોઈ મેચ માટે સંપૂર્ણ ફીટ નથી તો શિખર ધવન જ રમશે.  શિખર ધવનની ટીમમાં મહત્વની ભૂમિકા રહશે. 



ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન ટીમઃ 


વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર),  યુજવેન્દ્ર ચહલ,  ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીર સૈની અને  વોશિંગ્ટન સુંદર