T20 WC 2022 Semifinals: આઇસીસી ટી20 વર્લ્ડકપની આજે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં જવા માટે નૉકઆઉટ મેચ એડિલેડ ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી છે. આજે બીજી ટીમ માટે જંગ જામશે. આમ જોઇએ તો બન્ને ટીમોનું આ વર્લ્ડકપમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. જાણો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજની બીજી સેમિ ફાઇનલ મેચ ક્યારે ને ક્યાંથી લાઇવ જોઇ શકાશે.....

  
ક્યારે ને ક્યાં રમાશે બીજી સેમિ ફાઇનલ મેચ ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે એટલે કે, 10 નવેમ્બર, (ગુરુવાર)એ બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચ એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જો વરસાદ પડશે તો નિર્ધારિત દિવસમાં મેચ ના થઇ શકે તો તે આગળના દિવસ માટે મેચ જશે. એટલે સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામા આવ્યો છે.


ક્યાં જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ?
ભારતમાં ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર આ સેમિ ફાઇનલ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે. 


IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમિ ફાઇનલ, જાણો બન્ને ટીમોમાંથી કયા-કયા 11 ખેલાડીઓ રમશે.....


બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


આજે બન્ને ટીમોમાં થઇ શકે છે ફેરફાર -
ટીમ ઇન્ડિયા આજની સેમિ ફાઇનલમાં ફરી એકવાર એક ફેરફાર કરી શકે છે. આજે ઋષભ પંતની જગ્યાએ ફરી એકવાર દિનેશ કાર્તિકને મોકો મળી શકે છે, કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતને સુપર 12ની છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમાડ્યો હતો. વળી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે, માર્ક વુડ અને ડેવિડ મલાન બન્ને ફિટ નથી. બની શકે છે કે આ બન્નેના રિપ્લેસમેન્ટમાં બટલર અન્ય કોઇને રમાડી શકે છે. 


ભારતીય ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ. 


ઇંગ્લેન્ડ ટીમ -
જૉસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલ સાલ્ટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, લિયામ લિવિંગ્સટૉન, મોઇન અલી, સેમ કરન, ક્રિસ વૉક્સ, ક્રિસ જૉર્ડન, આદિલ રશિદ.


T20 વર્લ્ડકપ: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમીફાઇનલ, જાણો શું કહી રહ્યા છે આંકડાઓ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે જેમાં ટીમ ઇન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઇગ્લેન્ડે  10 મેચ જીતી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે જેમાંથી ભારતે બેમાં જીત મેળવી છે. 2009 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.


એડિલેડની પીચ બેટિંગ માટે યોગ્ય 
એડિલેડ ઓવલની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. અહીં રમાયેલી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોનો સરેરાશ સ્કોર 175થી વધુ રહ્યો છે. સ્પિનરોને પણ અહીં મદદ મળે છે અને તેઓએ તમામ T20માં ત્રણસોથી વધુ વિકેટ લીધી છે, જે ઓસ્ટ્રેલિયાના કોઈપણ મેદાન પર સૌથી વધુ છે.