IND vs ENG T20 Squad Announced: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની T20 શ્રેણી માટે ટીમની (Team India) જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં કેટલાક મોટા નામોને ટીમમાં સ્થાન મળ્યું નથી, જેમાં શુભમન ગિલ અને ઋષભ પંત જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા 12 જાન્યુઆરીથી સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ઈંગ્લેન્ડ સામે રમશે.
BCCIની પસંદગી સમિતિએ શુભમન ગિલ અને ઋષભ પંતને આ શ્રેણી માટે આરામ આપ્યો છે. આ બંને ખેલાડીઓ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટેસ્ટ શ્રેણી રમવા ગયા હતા. જો કે, તેમને વનડે શ્રેણીમાં તક મળી શકે છે, પરંતુ BCCIએ હજુ સુધી વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી નથી.
ગિલ અને પંત ઉપરાંત, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડ પણ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીનો ભાગ નથી. ગાયકવાડ અને રાહુલ લાંબા સમયથી T20 ટીમની બહાર છે, જ્યારે રાહુલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટેસ્ટ ટીમમાં હતો.
ટીમ ઈન્ડિયાએ વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તક આપવામાં આવી છે. અભિષેકે અગાઉ પણ સારુ પ્રદર્શન કર્યું છે અને ભારત માટે 12 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 256 રન બનાવ્યા છે અને 3 વિકેટ પણ લીધી છે. તાજેતરમાં ઘરેલુ ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું, તેણે પંજાબ માટે 170 રન અને હૈદરાબાદ સામે 93 રનની ઇનિંગ રમી હતી.
ઈંગ્લેન્ડ સામેની T20I શ્રેણી માટે ટીમ ઇન્ડિયા (Team India)
સૂર્યકુમાર યાદવ (C), સંજુ સેમસન (wk), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (vc), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વૉશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (Wk)
આ પણ વાંચો....
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ